________________
પ્રકરણ ૩ મું
મિલન
શ્રીયકછ પાસેથી મૂક્તિ પામેલી પદ્મા તરત જ પિતાની શેઠાણને મળવા ગઈ. “કેટલા દિવસ પછી પિતે શેઠાણને મળવા જઈ રહી હતી ? તે શું કહેશે ? તેમણે મારા માટે શું ધાર્યું હશે? મારા પર તે ગુસ્સે તે નહિ થયાં હૈય? શેઠ શેઠાણ પર કોઈ જાતની આફત તે આવી નહિ હેય?'
–આવા અનેક વિચાર તરંગોમાં તે પિતાને માર્ગ કાપી રહી હતી. પિતે ચાલતી હતી, તેનું ભાન પણ તેને નહેતું.
શેઠાણના મકાન પાસે આવતાં જ તેનું હૈયું હરખી ઉઠયું. કેટલા દિવસે તે મકાન તેણે જોયું ?
તેને અચાનક આવેલી જેઈ દ્વારપાર વિરમય પામ્યો. તેણે નીચા નમી માન આપ્યું. તે તરફ લક્ષ આપ્યા વિના જ તે મકાનને દાદર ચઢવા લાગી.