________________
૨૪૨
મહામવી શકાળ તે કેટલીક વનસ્પતિને જાણકાર હતા. વિશ્વનું કામ સારનારી વનસ્પતિને તે માહિતગાર હતા. બેભાન, બેશુદ્ધ બનાવનારી વનસ્પતિ તે હંમેશાં પિતાની સાથે જ રાખતે.
જ્યારે તેને ભેચરામાં પૂરવામાં આવ્યો, ત્યારે તેની સખ્ત ઝડતી લેવામાં આવી હતી. તેનાં હથિયાર ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. વસ્ત્રો પણ નહિ જેવાં જ તેની પાસે રાખવામાં આવ્યાં હતાં.
આવી સખ્ત, બારીક તપાસમાં પણ તે વનસ્પતિ પોતાની પાસે રાખવામાં તે સમર્થ નિવડ્યો હતો. તેના માથામાં મોટા વાળ હતા. હંમેશાં પોતાની સાથે રાખવાની વનસ્પતિ તે વાળમાં તે રાખતો હતે. પાનની નસની માફક તે વનસ્પતિ પણ નસો જેવી જ ઝીણી, પણ લાંબી હતી. તે વનસ્પતિને કેટલાક વાળની સાથે ગુંથી લેવામાં આવી હતી.
–પોતાનું મૃત્યુ જ્યારે કુતરાના મોત થવાને પ્રસંગો આવે, ત્યારે તે ઝેરી વનસ્પતિ આત્મહત્યા માટે ઉપયોગી થઈ પડે તેમ હતી.
બજી વનસ્પતિ પ્રસંગ આવે તે બીજાને બેભાન બનાવવાને યશસ્વી નિવડે તેવી હતી. આ જ વનસ્પતિ આજે તેને મદદગાર થવાની હતી.
તે વનસ્પતિ તેણે પિતાના વાળમાંથી છૂટી કરી. વાડવા માટે કોઈ પણ જાતનું સાધન ન હોવાથી તેણે તે પિતાની હથેલીમાં મસળી નાખી. તેમાં થોડું પાણી નાખી તેને ભીંજાવા મૂકી. પછી પિતાના હાથ ધોઈ નાખી તે ખાવાનું આપવા આવનારની રાહ જોવા લાગ્યો.
વખત થયો એટલે ખાવાનું આપવા આવનાર માણસને