________________
ચલાયન
જુએ છે, તે એક માણસ ખૂણામાં બેભાનાવસ્થામાં પડેલો છે. કેદીને પત્તો નથી.
બહાર આવી તેણે તે વાત પહેરેગીરને કહી સંભળાવી. પહેરેગીર ગભરાયો. તેની શંકા ખરી ઠરી. અંદર તપાસ કરી આવનાર માણસને તેણે શ્રોયકજીને સમાચાર આપવા મોકલ્યાઆજુબાજુના કેટલાક રક્ષકને તેણે બોલાવી મંગાવ્યા. તેની ગભરામણને પાર નહોતો. તે હતાશ બની ગયું હતું. તેના ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું.