________________
૨૩૨
મહામંત્રી શાળ તે વખતે તેના શેઠ ઉંઘી ગયા હતા. શેઠાણું વિચારમાં મશૂલ હતાં. તેમની નજર નદીના જળપ્રવાહ તરફ હતી.
પદ્મા તે ખંડના દ્વાર પાસે આવતાં જ બોલી : “બા !”
કે!” શેઠાણીએ પાછળ ફરી જોયું. પદ્માને જોતાં જ તે ઉઠી, દાડી, તેને ભેટી પડી. - “આવ બહેન! કેટલા દિવસે મળી ?” બંનેને હર્ષ
માતે નહે. ચારે નેત્રોમાં હર્ષાશ્રુએ દેખાવ દેવા માંડ્યો હતો. આ બંને અંદર ગયાં. નજીક બેઠાં શેઠાણીએ બેલવાની શરૂઆત
કરી :
“આટલા દિવસ ક્યાં ગઈ હતી?” “કેદમાં” “શું કહ્યું? ” શેઠાણીએ આશ્ચર્ય પામતાં પૂછ્યું.
સાચું કહું છું.” “તું પwાઈ હતી ?”
કેણે પકડી હતી ?”
શ્રીયકજીએ.” - - “તારા શેઠના નાના ભાઈએ ?”
હા.” પદ્મા બેલી. “તેમને બિચારાને ખબર નથી, કે તેમનાં ભાભી તરફથી હું આ કામ કરી રહી છું.”