Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 286
________________ અહામંત્રી શાળ જ્યારે મહારાજ અને શ્રીયકજી રાજસભામાં આવ્યા, ત્યારે સભા ચીકાર ભરાઇ ગઇ હતી. મહારાજાએ સૂવર્ણાસન પર સ્થાન લીધું. શ્રીયકજીએ મહારાજાની બાજુમાં અંગરક્ષક દળના શ્રેષ્ટ માટે નક્કી કરેલા આસન પર સ્થાન લીધું. ૧૩૦ શ્રીયજીએ આખી રાજસભામાં નજર ફેરવી જોઇ. મહારાજાના જમણા હાથના આસન પર મહાઅમાત્ય શટાળ બિરાજ્યા હતા. તેમની બાજુમાં, તેમજ સામી બાજુએ ન્યાય મંડળના સભ્યા હતા. નગરશેઠ ઉદ્દયકાળ તથા બીજા કેટલાક શ્રીમંત નગરજનાની પશુ હાજરી હતી. શ્રીયકજીએ આ બધું જોયું. ન્યાય મડળના સભ્યા ખેડા છે. નગરશેઠ, પેાતાના સસરા હાજર છે. નગરજતાએ સભામાં ભાગ લીધા છે, અને...અને પાતે પોતાના પિતાની, મહાઅમાત્યની—તે સર્વેની દેખતાં હત્યા કરશે ! “ તે કેમ થઇ શકે! આવું ક્રૂર કવ્યૂ મારાથી કેમ અજાવી શકાય? મારાથી નિર્દોષતી હત્યા કેમ કરી શકાય! —પણુ, અફસોસ ! છૂટા નથી. પિતૃ આજ્ઞાનું ઉલ્લંધન મારાથી નહિ થઇ શકે. મે પિતાજીને વચન આપ્યું છે, તે વચનના ભંગ મારાથી નહિ થઇ શકે. પિતાના સતાષની ખાતર, માતુશ્રી અને નાની બહેનેાની ખાતર મારે આ કાર્ય કરવું જ પડશે. તેમની વિચાર પરંપરાના અંત આવ્યો નહેાતો, તેટલામાં મહાઅમાત્ય ઉડ્ડયા. તે જોઇ શ્રીયકછ સાવધ બન્યા. હૃદયને કઠ્ઠણું કર્યું. કમ્મર પરની સમશેર પર હ્રાથ નાંખ્યા.

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298