________________
મુક્તિ
રટ
કરાય.”
તે, ભાઈ! હું મારી શેઠાણને વિશ્વાસઘાત કેવી રીતે કરૂં? આપ કર્તવ્યને શ્રેષ્ઠ માને છે, ને બીજાને કર્તવ્યલિત બનાવવા માગે છે ? ભાઈ ! મારાથી મારી શેઠાણીનું નામ કેવી રીતે આપી શકાય ? તમે જ વિચાર કરી જુઓ.” તેના બોલવામાં શાનતા હતી. * “પવા! તને કર્તવ્યથી ચલિત કરવાને મારે વિચાર નથી. તે મને ભાઈ કહ્યો છે. હું એક સત્તાધિશ તરીકે નહિ, પણ તારા ભાઈ તરીકે પૂછું છું, કે મને ફક્ત તારી શેઠાણીનું નામ જ કહે. હું વધુ પૂછવા નથી માગતો. તું તારા કર્તવ્યમાં આટલી કઠોર ન બન.” શ્રીયકજીને અવાજ ગળગળે બની ગયા હતા.
“ભાઈ કર નથી બનતી, પણ મારું કર્તવ્ય કઠોર બને છે. રાજકુટુંબને બચાવવું હોય, આપના કુટુંબનું રક્ષણ કરવું હોય, તે મને છૂટી કરે. ભાઈ! મારે મન તે દુનિયા અને આ એકાન્તઃ બને એક સરખાં જ છે. મને અહીં પણ શું દુઃખ છે ?”
બહેન! કાલે શું બનવાનું છે, તે હું કહી શક્તિ નથી. કાલે આખા નગરમાં હાહાકાર વર્તાશે. નગરજનો મને ફિટકાર આપતા હશે. શત્રુઓ આનંદ પામતા હશે. બહેન! કાલને દિવસ મારા માટે અંધકારમય બનશે.” કહી શ્રીયકજીએ કપાળે હાથ મૂકે, નિઃસાસો નાંખ્યો.
“ભાઈ ! એવું તે કાલે શું બનવાનું છે, કે
જે યાદ