________________
મહામંત્રી શાળ પિતાજી! નિમકહલાલીથી કરેલી સેવાનો બો આવો જ!
બેટા! આ જમાનામાં નિમકહલાલીને બદલે આવો જ મળે છે.” શકટાળ કહેવા લાગ્યા. તેમના શબ્દોમાં વાત્સલ્ય પ્રેમ હતો. “શ્રીયક ! આજ સુધી હું તને માનથી બોલાવતો આવ્યો . તું રાજ્યને એક પદવીધર છે. એટલે મારાથી તને “તું” કારથી ને બેલાવાય, પણ આજે હું તને પિતાના હક્કથી “તું” કહું મારે વાત્સલ્ય પ્રેમ તને તું કહી બોલાવે છે. બેટા? વાત્સલ્ય પ્રેમમાં પણ ફરક હોય છે. ચાલુ વાત્સલ્ય પ્રેમ કરતાં અંતિમ વાત્સલ્ય પ્રેમ ચઢી જાય છે આ મારે અંતિમ વાત્સલ્ય પ્રેમ છે. તે ખીલતા પ્રેમને મારાથી અટકાવી ન શકાય.
બેટા ! એકના પ્રાણથી આખા કુટુંબને તે નાશ બચી જતો હય, તે બહેતર છે કે તે પ્રાણને કેડીની કિમત કરતાં પણ તુચ્છ માન.
પિતાજી! તમારે પ્રાણ જવાથી, મહારાજાની શંકા નાશ પામવાની નથી. જે કુટુંબને નાશ થવાનો જ હશે, તે તમે પ્રાણ આપશે, તેથી તે બચી શકશે નહિ. આવા વિચારો કરવા છોડી દે. બનવા કાળ બનશે. શ્રીયકજીના બેલવામાં રૂદનનો ભાસ હતે. હેઠમાં કંપ તે, હૃદયમાં દુઃખ હતું, ચહેરા પર સ્વેદનાં બિન્દુ જામ્યાં હતાં.
બેટા ! તું ઘેલછા ન કર. હિંમત રાખ. જો તું જ હિંમત હારીશ, તે તારી માતાની શી દશા થશે? તારી બહેની શી સ્થિતિ થશે? બેટા! પુત્રની ફરજ પિતાની આજ્ઞાનો અમલ કરવાની છે. મારી આશા તું નહિ ઉથાપે, એવી મારી બારી