________________
૨૧૮
મહામંત્રી શwાળ
અમર બનવાને જ છું.
મારા જીવનનું ધ્યેય જુદું છે. મારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની છે. વખત આવ્યે પવાના વિચારને ય ત્યજવો પડશે.
એક હૈયું છે, બીજો હાથ છે. હૈયું જશે તે જીંદગી જશે, હાથ જશે તે જીદગી નકામી થશે.
જંદગી જશે તે પ્રતિજ્ઞા અપૂર્ણ રહેશે, હાથ જશે તે પ્રતિજ્ઞા કરવાને મેકે મળશે. ભલે હાથ જાય, પણ હૈયું નહિ જવા દઉં
–પણ હાથ શા માટે જવા દેવો જોઈએ? પ્રતિજ્ઞા તે મારા મદદગારે યે પુરી કરશે, પણ પદ્માનું શું?
મારે એવી મૂર્ખતા ન જ કરવી જોઈએ. બિચારી ખીલતી કળી! સૌંદર્યને ભંડાર, નાજુક્તાને નમુને, નિર્દોષતાની મૂર્તિ.
બિચારી મારા માટે ત્યાગનાં વસ્ત્રો છેડવા તૈયાર થઈ, ત્યારે હું જ તેને ત્યાગ કરવાને તૈયાર થયો. તે કહેતી
ભાતી ત્યારે મેં લેભાવી, અને જ્યારે તે લેભાણી ત્યારે જ હું જ તેને તરછોડવા, તજી દેવા તૈયાર થયો.
અમારી આવી દુર્દશા કરવાની હિંમત શ્રીયકજી સિવાય બીજા કેઈની નથી. તે દૂશ્મન હોવા છતાં, તેની હિંમત માટે માન ઉપજે છે. શાકાળ અને શ્રીયકજી વડે જ મગધ નરેશનું રાજ્ય સહિસલામત છે.
પડ્યાના સૌંદર્ય પાછળ ઘેલે બનેલે બિચારે વરરૂચિ, અત્યારે આંસુ પાડવામાં જ સંતોષ માનતે હશે. મારા અહીં હેવાથી તેનો એક હરિફ ઓછો થયો છે.