________________
કેદી અવસ્થામાં
૨૧૭
તેના વિચાકમાં તે ગોથાં ખાતો હતો. પદ્મા વિષે તેને ઘણું વિચાર આવતા હતા.
તેની નાજુક કાયા આવા દુખે કેટલી દુભાતી હશે? તેને ખબર નહોતી; કે પદ્માને ક્યાં રાખવામાં આવી હતી. તેની વ્યવસ્થા પિતાના જેટલી જ કડક રાખવામાં આવી હશે, કે કેમ!” તે સવાલ તેને મૂંઝવી રહ્યો હતો.
તેને ઉંધ નહતી, તરસ નહતી, ભૂખ નહતી, પિતાની કાયાનું ભાન નહોતું. મનને સંતોષ નહોતે, આત્માને શાંતિ નહતી, કાયાને વિશ્રાંતિ નહતી.
ઉધમાં પણ સ્વપ્નમાં આવતાં હતાં. પદ્યાની લાવણમય મૂતિ તેની નજર સમક્ષ ખડી થઈ જતી. થોડી જ વારમાં દ્રષ્ય બદલાતું પિતે જેલમાં પૂરાવે છે, તેનું ભાન થતું.
શું પિતે ગુન્હેગાર ઠરશે? બીજા રાજદ્રોહીઓની માફક પિતાને પણ કર શિક્ષા થશે? નગરનાં નરનારીઓ પોતાને થતી શિક્ષા જઈ રહેશે? પોતે નગરની, દેશની હાંસિને પાત્ર બનશે?
શું પોતે કર શિક્ષા પામીને મરવા જન્મે છે? જગતની હાંસિને પાત્ર બનવા આવ્યો છે ? કૂર ભીંત સાથે જડાવા માટે પોતાની કાયા ઘડાઈ છે?
–ર્ મારે આવા વિચાર કરવા પણ શા માટે જોઈએ! હું મર્દ છું. ક્ષત્રિય છું. યુવાન છું. મરવાને હજી મારે વાર છે.
કુતરાને મેટે મરવા હું જ નથી. કૂર ભી તે જડાવા માટે મારી કાયા ઘડાઈ નથી. હાંસિને પાત્ર બનવા હું જ નથી.
મારું જીવન મહત્તાભર્યું છે. મારી કાયા વજની છે. હું