________________
ભોંયરામાં
૧૯૯ એને પુરાવો તને મળો ખોરાક ને રક્ષકની મીઠી નજર છે.
વિજય ગુન્હેગાર છે તેને તો શિક્ષા થવાની જ છે. ગુહેગારની માફક જ તેને રાખવામાં આવ્યો છે.
પણ તું ગુનહેગાર નથી. તું છે રાજહિત ચિતક. પણ તું આટલે શ્રમ શા માટે વેઠે છે, તે જ મારે જાણવું છે.”
શ્રીયકળપડ્યા મીઠારાથી બોલવા લાગી. તેની ભાવભીની આંખે તેની મેહતામાં વધારે કરી રહી હતી. “મેં તેમને કહ્યું છે, કે હું મારી શેઠાણીના કહેવાથી આ મંડળની રાખતી હતી. પણ, મારી ફરજ એટલી જ, કે તેમના કહેવા ઉપરાંત મારાથી કંઈ પણ કરી શકાય નહિ, કંઈ પણ બોલી શકાય નહિ. મારાં શેઠાણીની ઈચ્છા, તે જ મારૂં કર્તવ્ય.”
શ્રીયકજીને આ સ્ત્રી કર્તવ્યને પાઠ શીખવતી હોય, તેમ તેનાં ઉચ્ચારણે થઈ રહ્યાં હતાં.
શ્રીયકને આ સ્ત્રી નિષ્કલંક લાગી. તેનું બેસવું તેમને સાચું જ લાગ્યું.
તેનું નાજુક શરીર, અંગેની તેજોમયતા, રંગની નિર્મલતા–આ ઉપરાંત તેના બોલવાની છટા, આ કેદખાનાને–એકાન વાસને પણ ખુલ્લા ઉપવનો ભાસ કરાવતાં હતાં.
“પદ્મા! તું તારી શેઠાણીનું નામ ન જણવે, તે પણ સ્વતંત્ર તો છે જ; પણ તે તારી સ્વતંત્રતા અનિશ્ચિત સમય સુધી આ ભાગમાં જ રહેવાની. તારી શેઠાણીનું નામ આપવામાં તને વાંધો નથી. તે અને તારી શેઠાણીએ જે કાર્ય કરવાની હામ ભીડી છે, તે પ્રસંસની ય છે.” શ્રીયકજીના શબ્દોમાં મૃદુતા હતી નિખાલસપણું હતું. તેની સ્નેહભીની નજર કયાંય સુધી પડ્યાના