________________
પ્રકરણ ર૬ મું
આમંત્રણને અસ્વીકાર
શ્રીયકજીના લગ્નને શુભ દિવસ આવી પહોંચ્યો, સગાંવહાલાં અને સ્નેહીજનેથી મહાઅમાત્યનું ભવ્ય મકાન દીપી ઉઠયું. સ્ત્રીપુરૂષને નાનાં મોટાંને ગુંજરવ તે મકાનની શોભામાં વધારો કિરવા લાગ્યો.
શ્રીયકજી જાતે જ મોટાભાઈ સ્યુલિભદ્રને તેડવા ગયા હતા. તેમણે ભાઈ ભાભીના સામૈયા માટે ભભકાદાર સામગ્રી સાથે લીધી હથી.
પિતે એક પંચકલ્યાણ અશ્વ પર સ્વાર થયા હતા. સાથે તેમની ભવ્યતાને ખ્યાલ આપવાને એક કિંમતી રથ હતે. –ભાભીને માટે તે જરૂરી હતું.
–જ્યારે તે કેશ્યના મકાને પહોંચ્યા, ત્યારે તેમના ભાઈ ભાભી વર્તાલાપમાં મગુલ હતાં.