________________
મહારાજાની સિથિતિ
२०५ ઓળખે. તને ખરેખર જ ઓળખાવવો પડશે, ઉભો રહે, ઉભો રહે, આ કયાં જાય છે? હાસે છે કેમ?—” કહી જાણે મહાઅમાત્ય નાસતા હોય, અને પોતે પકડવા જતા હોય, તેમ તે દોડયા. તેમને ભાન રહ્યું નહિ.
કેટલીક ચીજો હડફેટમાં વધારે આવી. જગ્યા પવિત્ર રહે - ને પવન સુવાસિત રહે, તેટલા માટે ચંદનના તેલમાં એક - નાની વાટ દીવી પર ધીમી ધીમી જાળી રહી હતી.
મહારાજાના હડફેટમાં તે આવી. ત્યાં જ તે પટકાયા. દીવીની જ્યોત તેમનાં કપડાંને સ્પર્શી. કપડાં સળગ્યાં.
–તે જ બેભાનાવસ્થામાં તેમણે બૂમો પાડવા માંડી :દોડો-દોડે—”