________________
મહારાજાની સ્થિતિ
૨૦૩
મહારાજાના માણસોની તપાસ સાવચેતીપૂર્વક ચાલી રહી હતી. તેમણે ખાનગી રીતે, બનતાં હથિયારની ખબર મેળવી લીધી હતી.
તે સમાચાર નંદને તરત જ પહોંચાડવામાં આવ્યા હતા. આ સમાચારે મહારાજાના મનને બંડખોર બનાવ્યું.
વરચિએ આપેલા સમાચાર ખરા પડતા, મહાઅમાત્ય પરને તેમને વિશ્વાસ તદન ઉડી ગયો. તેમને પાકી ખાત્રી થઈ ચૂકી, કે જે પોતે લગ્ન સમયે લગ્નમંડપમાં જશે, તે જરૂર તેમને મહાઅમાત્ય જીવતા રહેવા દેશે નહિ.
તેમણે મન સાથે નક્કી કરી લીધું , કે લગ્ન સમયે લશ્કર તૈયાર રાખવું. કઈ પણ બહાનું કાઢી આ પ્રસંગ ટાળી દે. આગળ ઉપર જોયું જશે.
ખુલ્લી રીતે શકટાળનું અપમાન કરવાની શક્તિ રાજાએ કેળવી નહોતી તેમને મહારાણી જયદેવીની ધાક હતી.
શકટાળ પ્રજના લાડિલા મહાઅમાત્ય હતા. તેમનું ખુલ્લું અપમાન કરવું એટલે પ્રજા સાથે વૈર બાંધવું.
લગ્ન વખતે ગયા સિવાય ચાલે તેમ નહોતું. શરિર સારું ન હોવાનું બહાનું જ, તેમને ત્યાં ન જવાની બાબતમાં મદદ ગાર થઈ શકે તેમ હતું.
પિતે માંદા હોય, તો આખું કુટુંબ ન જઈ શકે. ભલે બીજી બધી રાણીઓ જાય, પણ મહારાણુ જ્યાદેવી, અને બાળકોએ ન જ જવું જોઈએ. પોતે માંદા હોય, તો આ બધાં ન જ જઈ શકે.