________________
૨૦૨
મહામંત્રી રહ્યાળ
ત્યારે તેમના પર હુમલે કરવાની તૈયારી પણ મહાઅમાત્યએ કરી રાખી છે.”
–આ સાર હો, પંડિતજીએ મહારાજા આગળ કરેલા ભાષણનો.
મહારાજાએ આ બાબતની તપાસ કરવા પિતાના કેટલાક ખાસ ખાનગી માણસને મોકલ્યા હતા. તે માણસે મહાઅમાત્ય તરફથી થતી તૈયારીઓની તપાસ કરી રહ્યા હતા,
વરચિએ મહારાજને કહેલી તૈયારીઓ થઈ રહી હતી. તે તૈયારીઓ કેનિા નાશ માટે નહિ, પણ ખાસ મહારાજાને ભેટ આપવા માટે થઈ રહી હતી.
મહાઅમાત્યનો વિચાર એ હતો કે જ્યારે મહારાજા લગ્ન સમયે લગ્ન મંડપમાં પધારે, ત્યારે આ ખાસ શસ્ત્ર બનાવટે તેમને ભેટ ધરવી.
આ શસ્ત્રો હોંશિયાર કારીગરો પાસે બનાવાઈ રહ્યાં હતાં.
જે મહારાજાને પહેલાં જ આ શસ્ત્રોના ભેટની જાણ કરવામાં આવી હત, તે મહાઅમાત્ય તદન સુરક્ષિત હતા. પણ તેમની માન્યતા એવી હતી કે પહેલાંથી જણાવેલી વસ્તુઓ ભેટ ધરવામાં આવે તે તેની મહત્તા, બિન જણાવતાં આપેલી ભેટની મહત્તા કરતાં ઓછી ગણાય.
–આવી દગાબાજીને ખ્યાલ તેમને નાતે, કઈને પણ હેય નહિ.
નિર્માતાએ નિમેલું ભાવિ અણનમ જ રહે છે. જે આળ, તેમના માથે આવવાનું નિર્માયેલું છે, તે આવ્યે જ છૂટકે.