________________
૧૯૬
મહામત્રી રાકટાળ
ચહેરાના ચિન્હામાં ફરક થવા લાગ્યા. ધીમે ધીમે શાન્તિનાં ચિન્હા નષ્ટ થઇ, ક્રોધનાં ચિન્હો જણાવા લાગ્યાં, તેમણે પેાતાના સ્થાનેથી ઉઠી આમ તેમ ટહેલવા માંડયું. નેત્રો રૌદ્ર બનવા લાગ્યાં. આખરે તેમણે સ્વગમ્ બબડવા માંડયું :
૧
શકટાળ ! યાદ રાખજે, કે આ કાત્યાયન છે. એક વખત તેં મારૂં ભયંકર અપમાન કરાવ્યું હતું. મતે મળતી લક્ષ્મી તે અટકાવી હતી. ભલે, તું રાળના જમણા હાથ હોય, તેમને નિમકહલાલ, વિશ્વાસુ હાય; પણ મારા તે શત્રુ જ છે. પૃષ્કપુરની પ્રજા તને દેવ સમાન માનતી હશે, પણ હું તે તારા તિરસ્કાર જ કરૂં છું. તને ખબર નહિ હાય, કે તારા નાશની ડિઓ ગણાઈ રહી છે. મહારાજા પાસે મારી અવહૅના કરાવનાર દુર્ભાગી ! યાદ રાખજે, કે તે જ મહારાજા પાસે હું તારા નાશ કરાવીશ. પંડિત ચાણક્યએ મહારાજાના તેમના વંશના નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ તે પ્રતિજ્ઞા પહેલાં મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે.
(6
મારી પાસે ભલે શસ્ત્રસ ન હોય, પણ બુદ્ધિના ભંડાર છે. આત્માની શ્રદ્દા છે. રણક્ષેત્રમાં ભલે તારા વિજય થઈ શકે તેમ હાય, પણ કપટ ક્ષેત્રમાં તે। તારા નાશ જ થવાનેા છેં.”
તેમને સ્વગત્ બબડાટ ધીમે ધીમે વાચાના રૂપમા ફેરવાઇ ગયેા. તેમની વાણીમાં કડોરતાએ વાસ કર્યાં. નયનામાં જંગલી બિલાડીની હિંસક દ્રષ્ટિના ભાસ થવા લાગ્યા. હાડ ફૂલી જવા લાગ્યા. કપાલમાં ક્રોધની કરચલીઓ દેખાવા લાગી. તેમના ચર્ણાના વેગ નિશ્ચયતાના ભાસ આવવા લાગ્યા. કપટપૂર્ણ મતાવિચારે બ્રાહ્મણત્ત્વના નાશ કરવા માંડયા.
(૧) વરરૂચિ બ્રાહ્મણ ગ્રંથામાં પાતાને કાત્યાયનના નામથી ઓળખાવતા હતા.