________________
પંડિત વરરૂચિ
૧૯૫
ઈચ્છા એવી છે, કે મહારાજાને જે વસ્તુઓ ભેટ આપવાની છે, તે તેમને પહેલાંથી ન જણાવતાં, વખત આવે એટલે આપવામાં આવે, તે તે જોઇ મહારાજા દિઙમૂઢ થઈ જાય. તે ભેટની બી... કાઇને જાણ થઈ નથી. ફક્ત મેં જ તેની બાતમી મેળવી છે. જે ભેટ માટે મહાઅમાત્ય મગરૂર ખતી રહ્યા છે, તે જ ભેટ અને ભેટની તૈયારીએ તેમના નાશનું કારણ અનશે.
મહારાજાને ખાનગીમાં મળી, તે બાબતની વાત કરવાની જરૂર છે. ભેટની વસ્તુએ શા માટે ખાનગી રાખવામાં આવી છે, તેને ખુલાસા કરવામાં જ ખરી ખૂબી સમાયેલી છે. આવતી કાલે હું મહારાજાને મળી, શકટાળના નાશનું દ્વાર ખાલીશ. તેને નાશ, એટલે જ આપણા કાર્યની સફળતા. કાલે સૂર્યોદય વખતે જ હું મહારાજાને મળવાને છું. તેમની સાથે થયેલી વાતચીત વિષે આપણે અહીં જ ચર્ચા કરીશું. કાલે આ સમયે જ આપણે મળીએ, એવી મારી ઈચ્છા છે.”
વરરૂચિની ઈચ્છાને માન આપવાની દરેક સભ્યની ફર જ હતી. તે ઉપરાંત વિજયની હાજરી ન હોવાથી, તેની ચ્હાને માન આપવુ જ પડે તેમ હતું.
ખીજા અહીં હાજર રહેલા સભ્યા, એટલે પ્રતિજ્ઞા પાલન માટે પ્રાણ આપવાને તૈયાર રહેલા પઢાવેલા પોપટ. તે બિચારા રાજખટપટમાં માથુ મારી શકે નહિ. તેમની બુદ્ધિ એટલે ફક્ત હથિયાર વાપરી જાણવું. હથિયારના તે રાજા. બુદ્ધિ અને વિચાર શક્તિમાં તે બધા જ પછાત હતા. તેમણે વરરૂચિની પ્રત્યેક ઈચ્છાને માન માપ્યું. વરરૂચિએ ધીમે ધીમે એક પછી એક જવાની સૂચના કરી. તે સૂચનાને અમલ
તરત જ થવા
લાગ્યા.
——બધાના જવા પછી વરરૂચિ એકલા
પડયા. તેમના