________________
૧૮૪
મહામંત્રી શકટાળ અમે જુદા જ પ્રકારની કરીએ છીએ બધી ગણિકાઓ એક જ પ્રકારની હોતી નથી. પવિત્રતાને પાઠ પઢાવનાર અને એક પતિવૃત્ત પાળનાર કેશ્યા ભાભી જગતભરમાં વંઘ થશે, એવી અમારી માન્યતા છે.
જે ગણિકાને હલકા દરજજાની ગણવામાં આવતી હોય, તે મહાન સમ્રાટે, નગરશેઠ અને મહાન વ્યક્તિઓ, તેમને તેમની કલાનું પ્રદર્શન કરાવવા માટે સભામાં, મેળાવડામાં અને લગ્ન પ્રસંગોમાં શા માટે આમંત્રણ આપતા હશે?
વડિલ બંધુ ! આપ બંને જણ અમારા માટે જે પ્રકારનો અભિપ્રાય બાંધી બેઠા છે, તે અભિપ્રાય ખે છે.” શ્રીયકજીએ કહ્યું. તેમના ચહેરા પર બંધુવાત્સલ્યના ભાવ તરવરી રહ્યા હતા.
શ્રીયક! હું ગમે તેટલી અધોગતિએ પહોંશે હોઉં, છતાં મેં મારો આત્મા ગૂમાવ્યો નથી. મારી ખાનદાનીના સંસારને મેં તિલાંજલિ આપી નથી, માતા પિતાના ઉપકાર ભૂલી જવા જેટલી અધમતા મેં કેળવી નથી. ભાઈ બહેનને પ્રેમ વિસરી જવા જેટલે ક્રર હજી હું થયો નથી.
એક ગણિકાને ગ્રહણ કરી છે, એમ હું માનતા નથી; પણ સ્ત્રી સર્વોત્તમને મેં ગ્રહણ કરી છે, એમ હું માનું છું. ગુણ ગ્રાહી વ્યક્તિને અપનાવી લેવામાં હું પાપ જોતો નથી. જેના રૂપ ગુણ તરફ આપણે આત્મા આકર્ષાય, તે જ જીવનની સહચરિણી બનવાને યોગ્ય છે, એમ હું માનું છું. આકર્ષણમાં ઉંચ્ચ નીચની કક્ષાને સ્થાન અપાતું નથી. અને જ્યાં આકર્ષણને ધ્યનિ સંભળાય છે, ત્યાં તે આકર્ષણમાં પરમકૃપાળુ પરમાત્માનો હાથ હોય છે. ઈશ્વર જગતના કોઈ પણ માનવ