________________
૧૮૨
મહામંત્રી શકટાબ આવ્યા હશે.
શ્રીયકજીએ કંઈ પણ બોલ્યા સિવાય ધુલિભદ્રની નજીક જઈ તેમને પ્રણામ કર્યા. તે જ વખતે કેશ્યા પણ ત્યાં આવી ચૂકી હતી. તેમને પ્રણામ કરતાં શ્રીયકજી બોલ્યા:
ભાભી ! પ્રણામ.” “ભાભી” શબ્દ સાંભળતાં જ કેશ્યા ચમકી. સ્થૂલિભદ્રને પણ આશ્ચર્ય થયું. કેશ્યાને લાગ્યું, કે શ્રોયકછ મશ્કરી કરવા તે આવ્યા નહિ હોય!
શ્રીયકજી!—” કેશ્યા બેલવા જતી હતી, તેને અટકાવી શ્રીયકજી વચ્ચે જ બોલી ઉઠયાઃ
“નહિ, દિયરજી કહો.” આ “શ્રીયક! બહુ દિવસે મોટા ભાઈને યાદ કર્યા. “યુલિન ભદ્રએ નાના ભાઈને સપ્રેમ “તુંકારથી બેલા.
વડિલ બંધુ! આવવાની તો ઘણી ઈચ્છા થાય છે, પણ તેવા સંજોગોની રાહ જોવી પડતી હશે ને?” શુલિભદ્રએ ટાણે માર્યો.
કઈ કઈ વખતે તેમ બની જાય છે. શ્રીયકએ ટૂંક જ જવાબ આપો.
તે તે એક જાતનું બહાનું છે.” રઘુલિભદ્ર કહેવા લાગ્યા. “કેટલે ય વખત થયો છું અને કેશ્યા તને, આપણાં માતા પિતાને અને બહેનોને મળવાને વિચાર કરી રહ્યાં છીએ. એક વખતે તે મેં પિતાજી વગેરેને મળવા માટે તેમના ઘરે જવાનો વિચાર પણ કર્યો હતો, પણ કેશ્યાએ તેમ કરતાં મને અટકાવ્યો.”
“કારણ?” શ્રીયકજીએ પૂછયું.