________________
લગ્નની તૈયારીઓ
૧૭૭
મેટો પુત્ર નગરમાં જ હોવા છતાં, ઘરે ન આવે, તે કઈ માતા સહન કરી શકે? પુત્રના વિયોગની માતાની અંતવ્યથા, માતા હેય, તે જ જાણી શકે. મેટા પુત્ર રઘુલિભદ્રને કેસ્યા નામની ગણિકાને ત્યાથી આ પ્રસંગે બોલાવી લાયવા માટે, લક્ષ્મીવતી નાના પુત્ર શ્રીયકજીને સમજાવી રહ્યાં હતાં.
“પણું, બેટા ! તે બંને જણ મારા નામથી જરૂર આવશે.”
માતાજી! હું માનતો નથી કે બંને જણ આવવાને કબૂલ થાય. વડિલ બંધુ પણ આવશે નહિ, તે કેસ્યા દેવી તે કયાંથી આવે? જગત ભલે કેશ્યા દેવીને ગણિકાના ઉપનામથી સંબોધે, પણ અમે ભાઈ બહેને, તેમને ભાભી જ કહીશું.” શ્રીયકજીએ કહ્યું.
શ્રીયકઇ ! મારૂં કહેવું માને. એક વખત પ્રયત્ન કરી જુઓ. બીજાને ન મોકલતાં, તમે જાતે જ જાઓ. ગમે તેવા વિલાસમાં તે પડ્યા હશે, પણ માતાને વિસરી ગયા નહિ હેય. માતા પ્રત્યેને પુત્રનો પ્રેમ અખંડ જ હોય છે. મારા નાના પુત્રના લગ્ન પ્રસંગે મેટો પુત્ર હાજર ન હોય, તે હું કેવી રીતે સાંખી શકીશ ? ” લક્ષ્મીવતીનું હૈયું ભરાઈ આવ્યું. તેમનાં નેત્રો સજળ બન્યાં. ઉપવસ્ત્રના છેડાથી તેમને આંખો લૂછવા માંડી.
માતાનાં સજળ નયન જેઈ શ્રીયકજીને લાગી આવ્યું. તેમણે ફરીથી માતાને એક વાર સમજાવી જવાનો પ્રયત્ન કર્યો.
માતાજી ! માના પ્રત્યે તેમને પ્રેમ અખંડ હશે, તે પણ દુનિયાની લાજે તે નહિ આવે. છતાં કદાચ તે આવવાની ઈચછા દર્શાવશે, તે કેશ્યા દેવીની સંમતિ તેમને નહિ મળે. ૧૨