________________
પ્રકરણ ૨૨ મુ
આમંત્રણના સ્વીકાર
માતા પાસેથી છુટા પડીને શ્રીયજી પેાતાના ખાનગી ખંડમાં ગયા. તેમને શાંતિથી વિચાર કરવાની જરૂર હતી. માતાની ઇચ્છાને માન આપી ડિલ બંને પોતાના લગ્નનું આમત્રણુ આપવા જવાનું કબૂલ કર્યું હતું, પણ કાસ્યાને ત્યાં જવાની તેમની હિંમત ચાલતી નહોતી. બધુ પ્રેમે કાશ્યાને -તે ગમે તે હાવા છતાં,-ભાભી તરીકે સ્વીકારી લીધી હતી. ત્યાં જ તે ભાઇને અને ભાભીને શું કહેવુ, તે જ વિચાર તેમને મૂઝવી રહ્યો હતા. પેાતે મહારાજાના અંગરક્ષક દળના શ્રેષ્ઠ અને પિતાશ્રી મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય. કાશ્યાને ત્યાં જઈ પણ શકાય કેવી રીતે ? હિંમત કરીને ત્યાં જવા છતાં, જો ડલ બંધુએ અગર ભાભીએ પેાતાના આમંત્રણના અસ્વી કાર કર્યો. તા ?
શ્રીયકજી અનેક તર્ક વિતર્કમાં ગૂચવાવા લાગ્યા. મંગલમય