________________
૧૭૬
મહામંત્રી શકટાળ
મહાજને કરેલી જાહેરાતને પિતે, રાજકુટુંબે પણ અમલમાં મૂકી હતી. મહાલયના દરેકે દરેક દરવાજા પર આશપાલવનાં તરણ અને પૂષ્પમાળાઓ દ્રષ્ટિ ગોચર થતાં હતાં. રાજ કર્મચારીઓ અને દાસદાસીએનાં અંગ પર અમૂલ્ય વસ્ત્રાલંકાર નજરે પડયાં હતાં. રાજકુટુંબે પણ મંગલસૂચક ચિન્હ ધારણ ર્યા હતાં.
પ્રજા પ્રત્યે રાખેલા પ્રેમે, અમાત્ય કુટુંબના લગ્ન પ્રસંગે સાર્થક કરી બતાવ્યું હતું. પૂરની અંતર્થ્યવસ્થા જાળવવાને અસંખ્ય ઘેડરવારની દોડધામ થઈ રહી હતી. શેરીએ શેરીએ અને પ્રાસાદે પ્રાસાદે આનંદોત્વસના ગીત ગવાઈ રહ્યાં હતાં. દેવસ્થાનોમાં પૂજાપાઠ અને પુણ્ય કર્મ થઈ રહ્યાં હતાં. મહાઅમાત્ય જૈન ધર્મ પાળતા હોવાથી જૈન મંદિરમાં અઠ્ઠાઈ મેહત્વ ચાલી રહ્યા હતા. મંત્રી મુદ્રા ધારણ કરી ત્યારથી મહાઅમાત્યએ કઈ પણ ધર્મમાં ડખલગિરી કરી નહતી, તેથી સર્વ ધર્માનુયાયીઓ તેમના લત્સવમાં આનંદથી રસ લઈ રહ્યાં હતાં. બૌદ્ધ ભિક્ષુકોનાં પવિત્ર સ્થાને માં અને શૈવમી પાળનારાઓના શિવાલયમાં પણ ધાર્મિક ક્રિયાઓ થઈ રહી હતી.
આવા શુભ પ્રસંગે મંત્રી પત્ની લક્ષ્મીવતીના હૃદયના એક ખૂણામાં નાનકડું દુઃખ દૂર કરી બેઠું હતું. સગાંવહાલાં અને નાતજાતનાં માણસે પિતાને ઘરે હાજર હોવા છતાં એક વ્યકિતની તેમને ઉણપ લાગતી હતી. આવા શુભ પ્રસંગે પિતાને પુત્ર નજીક હોવા છતાં ઘરે હાજર રહી શકે નહિ, તે કઈ માતાના દુઃખને વિષય ન ગણુંય ? નાના પુત્રનાં લગ્ન હેઈ, (૧) જેન ધમમાં અઠ્ઠાઈ મોહત્વ નામની આ દિવસની પૂજા પાઠની ધાર્મિક ક્રિકા હેય છે.