________________
પ્રકરણ ૨૧ મું
લગ્નનની તૈયારીઓ
મગધ સામ્રાજ્યની વિશાળ નગરી પુષ્પપુરીમાં ૧ મેટી ધામધૂમ નજરે પડતી હતી. નગરીના જુદા જુદા મોટા બજા
માં શેભાનો પાર નહોતો. નગરજનો પોતાની દુકાનને અને વનિતાએ પોતાનાં ગૃહને દેદીપ્યમાન બનાવવામાં કચાસ રાખતા નહોતા. પાટલીપુત્રમાં આવેલી માળાકારની દૂકાનમાં ચીકાર ગીરદી જણાતી હતી. પ્રત્યેક પ્રાસાદને ફૂલ વડે શણ ગારવામાં આવ્યો હતો. નગરના જુદા જુદા બજારમાં મહાન મંગલ સમારંભનાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં.
પાટલીપુત્રના મહારાજા નવમાનંદના મહાઅમાત્ય શકટાળના પુત્ર શ્રીયકજીનાં લગ્નને હવે સાત જ દિવસ બાકી રહ્યા હતા. રાજપુત્રના લગ્ન વખતે જે ધામધૂમ થઈ શકે, તે જ (૧) પાટલીપુત્રનું બીજું નામ પુપપુરી હતું. રામાયણના સમયમાં તેને કૌશલ્બી પણ કહેતા હતા.