________________
૧૭ર
મહામંત્રી શાળ ગયો હતો. તેના હૃદય સમુદ્રમાં વિચાર તરંગે સમાઈ શકતા નહેતા.
. “તે પણ મારી તે હા જ છે.” ડીવાર વિક્રમી પદ્મા આગળ કહેવા લાગી : “પણ, વિજય! તમારે ને મારે કોલ છે, તે પ્રમાણે લગ્ન થશે”
“શે કેલ છે?” વિજયની તેના આનંદ પાછળની બધી જ સ્મરણ શક્તિને મંદ બનાવી મૂકી હતી.
“મંડળના કાર્યને અંત આવે, કે તરત જ લગ્ન કરવું, તે પહેલાં નહિ.”
“ તું કહે ત્યારે મંડળના કાર્યને અંત લાવવાને હું શક્તિ માનું છું. તું કહે તો કાલે જ તેનો અંત લાવીએ.” બિન અનુભવી વિજય એમ જ માનતા હતા, કે જગતમાં પિતે પિતાની ઈચ્છા પ્રમાણે દરેક કાર્ય કરવાને શક્તિશાળી છે.
જો તમે તમારા કાર્યને અંત કાલે લાવી શકતા હૈ, તે હું કાલે લગ્ન કરવાને પણ તૈયાર છું.” પડ્યાએ વિજયની કેણીએ ગોળ ચોટાડ્યું હતું. તે બિચારે ખાઈ પણ શકતે. નહતો, ને તે મેળવવાના વિચારને ત્યાગ પણ કરી શક્તો નહતો.
“પદ્મા! કાલે આ સમય પહેલાં, આપણા મંડળના કાર્યને અંત આવી ગયા હશેઅને...” તે આગળ બેલવા જતો હતે, તે પહેલાં જ તેના અને પદ્માના મેઢામાં કોઈએ ડૂચા મારી દીધા. તેમને બિસ્કુલ અવાજ કરવાનો સમય પણ મળ્યો નહિ. બંનેને કેઈએ મૂશ્કેટોટ બાંધવાની જહેમત ઉઠાવવા માંડી.