________________
મૂશ્કેટાટ બંધાયાં ચારિકાને પૂછ્યું :
“બા અંદર છે?” “જી, હા.” તે પરિચારિકાએ સવિનય જવાબ આપે.
આ પ્રશ્નોત્તર સાંભળી મકાન માલિકાએ તે ખંડના દર વાજા પ્રતિ નજર કરી. તે સ્ત્રીને જોતાં જ માલિક હર્ષભેર બોલી ઉઠી:
પદ્મા!”
“હા, બા.” આવનાર સ્ત્રી પડ્યા હોઈ, તેણે તરત જ પિતાની શેઠાણીને જવાબ આપતાં વિનયથી પ્રણામ કર્યા.
તેને પિતાની શેઠાણી પાસે જવાની વિના બાધિત પરવાનગી હતી. પદ્મા શેઠાણુની નજીક આવીને ઉભી રહેતાં જ શેઠાણુએ સપ્રેમ તેની પીઠ પર હાથ ફેરવ્યો. તે પંપાળવામાં મમતા હતી, લાગણી હતી.
પડ્યા અને તેની શેઠાણીની મુલાકાત અવારનવાર થયા કરતી હતી. આ સુલાકાત ગઈ મુલાકાત પછી ચાર દિવસે થઈ થઈ હતી. પદ્મા તેની શેઠાણની વિશ્વાસપાત્ર દાસી હોવા છતાં; શેઠાણી તેને પિતાથી માડીજાયી બહેન સમી માનતી હતી. શેઠાણુની સુખદુઃખની ભાગીદાર પવા જ હતી. ગમે તેવું ખાનગી કામ કરવાનું હોય, તે તે પદ્માને જ સોંપાતું. દરવાન અને પરિચારિકાઓ પદ્માને સંપૂર્ણ માન આપતાં હતાં. પદ્મામાં પણ એક વિશેષ ગુણ હતે. શેઠાણીએ સેપેલું કઈ પણ કામ તેણે શેઠાણીને ન સમજતાં, પિતાની બહેનનું, પિતાનું જ સમઈને કરતી. મકાનનાં દાસદાસીઓ પ્રત્યે તે હંમેશાં મમતાથી જ વર્તતી. તેના આ વિશેષ ગુણે જ તેને સર્વપ્રિય બનાવી હતી.