________________
૧૬૪
મહામંત્રી શકટા
આ સમયે આવી ધાંધલમાં બીજી એક સ્ત્રીએ પણ પોતાને ફાળો આપ્યો હતો. તેનામાં અને બીજી સ્ત્રીઓમાં ફક્ત ફરક એટલે જ હતું, કે તેના હાથ તદન ખાલી જ હતા, જ્યારે બીજી સ્ત્રીઓના હાથમાં પુષ્પાદિ વસ્તુઓ હતી.
અમુક નિયત સ્થળે આવી, તેણે એક મેટી હવેલી તરફ ઉંચી નજર કરી. તે હવેલીના એક વાતાયનમાં એક નાજુક સ્ત્રીનું સુંદર મુખ શોભી રહ્યું હતું. નીચે ઉભેલી સ્ત્રી બેચાર ક્ષણ સુધી તે વાતાયન તરફ જોઈ રહી. વાતાયનમાં જે ચહેરે શોભી રહ્યો હતો, તે ચહેરાની નજર પિતાના પર પડે તેવી તેની ઈચ્છા હતી, પણ તેની તે ઈચ્છા અધૂરી રહી.
પિતાની ધારણું પાર પડવી અશક્ય લાગતાં, તેણે તે મકાનના મુખ્ય દ્વાર તરફ જવા માંડ્યું. દ્વારની નજીક પહેચતાં જ દરવાને નીચા નમી યોગ્ય માન આપ્યું તે સ્ત્રીએ તેને પૂછ્યું :
બા ઉપર છે?” “જી, હા.” દરવાને નમ્રતાથી જવાબ આપે.
તે સ્ત્રી મકાનની અંદર જઈ, માટે દાદર ચઢવા લાગી. મકાનમાંની તેની હીલચાલ જોનારને તરત જ સ્પષ્ટપણે સમજાઈ આવે તેવું હતું, કે યે આ મકાનની જાણીતી સ્ત્રી હેવી જોઈએ.
જે બારીમાંથી સુંદર ચહેરાનાં દર્શન થતાં હતાં, તે બારીવાળા પંડ આગળ તે સ્ત્રી પહોંચી ગઈ. ખંડના દ્વારની પરિચારિકાએ તેને જોતાં જ વિનયથી હાથ જોડ્યા. હજી સુધી મકાનની માલિકાને આ સ્ત્રી આવ્યાની ખબર પડી નહતી, તેમ લાગવાથી તે સ્ત્રીએ માલિકાને સંભળાવવાં માટે પરિક