________________
મહામંત્રી શકટાળ
તે પણ ક્યા માનવીને આવી દૂષ્ટ યુક્તિ પસંદ હોય? પ્રતા. પની મુંઝવણ વધવા લાગી. તેને થયું કે “જે હું આ કાવત્રાખેર મંદળમાં દાખલ થયે ન હેત તે કેવું સારું થાત?'
–પણ હવે તે વિચાર કરવાનો સમય નહોતો. ખૂન કરવાની તેની ઈચ્છા નહોતી. પણ જે ખૂન કરે નહિ, તે કાવત્રાર મંડળમા સભ્ય તરીકે જાહેરમાં બદનક્ષો વહેરી લઈ કર શિક્ષા સહન કરવી પડે તેમ હતું. બન્ને બાજુએ ઘોર અંધકાર હતો. તેના નાનકડા મગજમાં વિચાર પણ કેટલા થઈ શકે ? ગુટતા અવાજે તે બેલ્યો :
વિજયદેવ! તમારા કહેવા પ્રમાણેની યુતિને મારે અનિછાએ પણ માન્ય રાખવી પડશે. આવતે કાલે હું તેને અમલ કરીશ.”
આટલું કહી એક પળને પણ વિલંબ કર્યા વગર તે ત્યાંથી ચાલ્યા ગયે.
તેના ગયા પછી વિજયના ચહેરા પર હાસ્યની છાયા પ્રસરી.
કેટલે મૂર્ખ ! કાવત્રાર તરીકે તે પકડાત અને અમે બચી જાત?' વિજય સ્વગત બબડે.
બીજે દિવસે વિજયના જણાવ્યા પ્રમાણે પ્રતાપે પિતાના કાર્યક્રમને અમલમાં મૂકો. પણ, અફસોસ ! તકદિર ચાર ડગલાં આગળ હતું. તે ખૂન કરવા ગયા ત્યારે ભદ્રા જાગતી હતી. પ્રતાપે ઉગામેલો હથિયારવાળે હાથ જોઈ તેનાથી ચીસ પડાઈ ગઈ ચીસ સાંભળી પ્રતાપ વધારે ચીડાયે. તેણે ઉગામેલા હાથે પિતાનું કાર્ય પૂર્ણ કરે.