________________
કર શિક્ષા
૧૦૩
પ્રતાપના ચહેરાનું નિરિક્ષણ કરવા માંડ્યું. પછી તેણે આગળ
કહેવા માંડ્યું ઃ
"(
તારી બહેનને તું કહેજે કે જ્યારે ભદ્રા મળે ત્યારે તેને
કહે, ભાભી ! આજે મને ઠીક લાગતું નથી. આજની રાત તમે અહીં સૂઈ જાવ તો વાંધા છે?' ભદ્રા તેમાં સંમત્તિ આપશે. તે જ રાત્રે ભદ્રા સુભગાની પાસે તેના ખંડમાં સૂઇ જશે. તને મહાલયની આસપાસ ફરવાની પરવાનગી છે, એટલે તું ત્યાં જઇ શકશે. ભદ્રાના ઉંઘી ગયા પછી તારી બહેન તે ખંડનું દ્વાર અંદરથી ખુલ્લુ રાખે એવી ગાઠવણુ કરજે. આસ પાસનું વાતાવરણ શાન્ત થયા પછી તું ધીમેથી તે ખંડમાં પ્રવેશ કરજે. તારા કહ્યા પ્રમાણે તારી બહેન જાગતી હશે. તું બિલકુલ ગભરાયા સિવાય તારી પત્નીનું ખૂન કરજે. તે એટલી સશક્ત નથી કે ઘાયલ થયા પછી બૂમ મારવાને યશસ્વી થઇ શકે. તારા ત્યાંથી ગયા પછી તારી બહેન - ખૂન ! ખૂન!' કરીને બૂમ મારે, એટલે તરત જ પહેરેગીરા દાંડી આવશે. પણ તે પહેલાં તે। તું :પસાર થઇ ગયેલો હાઈશ. રાણીવાસમાં તેની તપાસ થશે. આરોપ ત્યાં વસનારાઓમાંથી કાષ્ટના પર્ આવશે. તું આમાદપણે છટકી જઇશ. આ યુક્તિથી તું નિર્દોષ રહીશ તારી પત્નીએ મહારાણીને કહેલી વાત ખાઇ જશે, તેને સમાચાર આપનાર સ્ત્રીના હાથ પગ ઢીલા પડી જશે. તારા પર કાને સંશય આવશે નહિ. આપણું મંડળ તેનું કાર્ય આગળ ધપાવ્યે જશે. કહે! તને આ યુક્તિ પસંદ છે કે નહિ ?'
'
—પ્રતાપ જવાબ આપી શક્યો નહિ. ‘હા,' કહેવી કે ‘ના,' તેની તેને સુઝ : પડતી નહોતી. પોતાની પત્નીનું ખૂન કરવા કયા પતિ ખુશી હાય? યુતિ ગમે તેવી સુંદર હાય,