________________
ક્રૂર શિક્ષા
૧૦૧
ભદ્રાની ચીસ સાંભળી પહેરેગીરા વગેરે દોડી આવ્યા. પ્રતાપે રાત્રિના લાભ ઉઠાવ્યેા. પહેરેગીરાની નજર ચૂકવી તે બહાર નીકળી ગયા. ચીસ સાંભળી મહારાજા પણ જાગી ઉઠ્યા હતા. તેમણે ધીમે ધીમે આવેલા અવાજની દીશા તરફ જવા માંડ્યું. તેમનું ધારવું હતું, કે ખૂની ત્યાંથી નાસીને આટલામાં જ છૂપાયા હાવો જોઈએ. તેમનાં ચક્ષુ ચારે બાજુએ ખેતીની શોધ કરી રહ્યાં હતાં. અચાનક લપાતી છૂપાતી નાસી રહેલી એક વ્યક્તિ પર તેમની નજર પડી. તરત જ તેમણે તે વ્યક્તિને પીછો પકડયા. ચારેક મને અંતરે જતાં જતાં તેમણે તેને પકડી પાડી. એક સાંકેતિક અવાજ કરી પેાતાના એક ખાસ પહેરેગીરને તેમણે ખેલાવ્યેા. તે પહેરેગીર આવતાં તેને આ વ્યકિત સુપ્રત કરી મહારાજા પોતાના ખંડમાં ગયા. ત્યાં જઇ બીજા પહેરેગીરને તેમણે ખેલાવ્યો. તેની પાસેથી તે મને સમાચાર મળ્યા કે તેની બાજુમાં મરનાર સ્ત્રીની નણુંદ સુબઞા નામની દાસી સૂતી હતી. તરત જ તેને મહારાજાને મેલાવી. કેટલાક પ્રશ્નને પૂછ્યા બાદ સુભગાના ખેલવા પરથી મહારા જાએ નક્કી કરી લીધું, કે આ ખૂનમાં તેને પણ હાથ હોવા જોઇએ. મહારાજાએ તેને પકડીને કેદમાં પૂરવાને પહેરેગીરને હુકમ આપ્યા.
આખી રાત તેમણે વિચારમાં પસાર કરી. ખોજે દિવસે રાજસભામાં પેાતાના વિચારા જણાવતાં તેમણે કહ્યુ :
“પ્રતાપ ખૂની હોય એમ મારી માન્યતા છે. સુભગાની તેને સહાય હેાવી જોઈએ. ભાઇ બહેને એક મતે વિચાર કરી, મરનાર સ્ત્રીને અહી સૂવાડી હોવી જોઇએ. તેમ કરવામાં તેમને હેતુ એ હોને! જોઇએ કે ખૂન કરનાર પ્રતાપ નાસી જાય, જાય, અને ખૂનના આરેાપ માજુબાજુમાં રહેનાર પર આવે.”