________________
આંદોલન
૧૧૯ દર્શાવ્યું ?”
પણ તેમની ઈચ્છા તે મહાઅમાત્યને નાશ કરવાની છે ને ?”
બેટા ! તેની તે અનુમતિ છે. તે ઈચ્છા તે મારી છે.” “પણ દાદા ! આપની ઈચ્છા સાથે મારી પ્રતિજ્ઞાને છે સંબંધ છે?”
કિસન, પ્રતિજ્ઞા તે આપણે બધાએ સાથે જ લીધી હતી ને?”
પણ તે તો મહી મહાનંદને પદભ્રષ્ટ કરવાની. “મહાબે પદભ્રષ્ટ કરવાના માર્ગમાં જે જે કાંટાઓ છે, તે તે કાંટાઓને નાશ તો કરવું જ પડે ને!”
દાદા ! ક્ષત્રિય જાતિના સ્વમાનની ખાતર મેં એક પાપ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજું પાપ કરવાને હું બિસ્કુલ તૈયાર નથી.” સિનનું બોલવું સાંભળી બધાને આશ્ચર્ય થયું. આટલી નાની વયમાં આવા વિચારે કેળવનાર બાળકને તેમણે આજે જ ઓળખ્યો હતો. વૃદ્ધ પુરૂષ પણ વિચારમાં પડી ગયે હતો. વિજય શ્રોતા બની આ ચર્ચા સાંભળી રહ્યો હતો.
ડીવાર ભી વૃદ્ધ કિસનને પૂછ્યું : “બેટા! તું બૌદ્ધ માર્ગીય છે, નહિ?”
દાદા! આપણી પ્રતિમા સાથે બૌદ્ધ ધર્મને કોઈ જ સંબંધ નથી.”
તાં બૌદ્ધ ધર્મના અનુયાયીના વિચારે તે અહિંસાવાદી જ હોય ને?”