________________
આંદોલન
૧૨૩
પ્રતિજ્ઞાન ઓળા નીચે ગમે તે પાપને વહેરી લેવા તૈયાર થયા છીએ.
–પણ દાદા ! વિજયદેવ! તમારામાંથી કેઈએ પ્રતિજ્ઞાની વ્યાખ્યા સર્જાવી છે? તમારામાંથી, આપણું મંડળમાંથી પ્રતિજ્ઞાનો અર્થ કોઈ સમક્યું છે? કેવળ પાપ જ કરવા માટે લેવાયેલી પ્રતિજ્ઞા, તે પ્રતિજ્ઞા નહિં, પણ પ્રતિજ્ઞાની છાયા નીચે દૂષ્કૃત્યો કરવાને ઉચ્ચારાયેલા કેવળ શબ્દો જ. પ્રતિજ્ઞા તે હું તેને જ માનું છું, કે જેનું સર્જન પવિત્ર ભાવનાઓમાંથી થયું હોય અને તેને લય પણ પવિત્ર ભાવનાઓમાં જ થાય.
જે આપણું મંડળ પિતાની પ્રતિજ્ઞાનું પાલન નિર્દોષોનાં લેહી રેડીને કરવા ઈચ્છતું હોય, તે તે પ્રતિજ્ઞા મને મંજુર નથી. એને અર્થ એ નથી કે હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવા ઇચ્છું છું, આપણે બધાની પ્રતિજ્ઞા એક જ છે, તેનું ધ્યેય પણ એક જ છે; માત્ર માર્ગ જુદા છે. જેને જે માર્ગ પસંદ પડે, તેને તે ગ્રહણ કરે. - હું વિજયદેવને પૂછું છું, કે “મહાઅમાત્ય શાળ અથવા તે બીજા કોઈના પણ નિર્દોષ આત્માને દૂભાવ્યા સિવાય આપણું મંડળથી પિતાની પ્રતિજ્ઞા પુરી થાય તેમ છે કે નહિ?” મને તો લાગે છે કે જે આપણે આપણું પ્રતિજ્ઞાનું પાલન પવિત્રપણે કરવા ઈચ્છીશું, તો આપણને તેમાં સફળતા મળ્યા વિના નહિ રહે.”
કિસનના વિચાર સાંભળી દરેકનાં મનમાં અવનવા ભાવો પેદા થવા લાગ્યા. દાદા તે બિચારા ઠંડા જ થઈ ગયા હતા. વિજયને કિસનના કેટલાક શબ્દો સાંભળીને ક્રોધ આવ્યો હતો. તે બેલવાને માટે તલપાપડ થઈ રહ્યો હતે. કિસનનું બોલવું