________________
મહામંત્રી શાળ
હું મંડળને સમજાવી લઈશ. તારે જવું હોય તે જા.” વૃદ્ધ પુરૂષને સ્વર રંધાઈ ગયે. તે કિસનને પુત્ર સમાન માનતો હતે. માનેલા પુત્રને આજે તેને વિગ થઈ રહ્યો હતે.
- સિનને વૃદ્ધ પુરૂષથી છૂટા પડતાં દુઃખ થયું. તેને માટે બીજો ઉપાય નહે. તે વૃદ્ધને પગે પડ્યો. તેની આંખમાંથી અશ્વનું એક બિંદુ વૃદ્ધના જમણા પગના અંગુઠા પર પડ્યું. વૃદ્ધે તેને ઉભે કર્યો. છાતી સાથે ચાંપતાં તેણે પ્રેમ ભાવે આશિર્વાદ આપ્યા
“બેટા! પરમેશ્વર તારું કલ્યાણ કરે !”
વૃદ્ધા પાસેથી ઋા પડી, સિને વિજયને હાથ જોડ્યા. પછી બધા સભ્યને નિખાલસ મને હાથ જોડી, એક પણ શબ્દ સાંભળવાની ઈચ્છા ન રાખતાં તે ત્યાંથી ઝપાટાબંધ ચાલી નીકળ્યો.
તેના જવાથી દરેકનાં મન ઉદ્વિગ્ન બની જવા પામ્યાં. અત્યાર સુધી કોધીષ્ઠ બનેલા વિજયને પણ તેના જવાથી લાગી આવ્યું. વૃદ્ધ પુરૂષનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. સર્વથી વધારે દુઃખ તે વૃદ્ધને થયું હતું. જેને તે પુત્ર સમાન ચાહતા હતા, તેને આજે વિયેગ થયું હતું. કેટલાક વખતે તેને, પિતાનો, કિસનની વયને પુત્ર યાદ આવ્યો. તે પણ આવો જ નિખાલસ હતું. તે બિચારા નિર્દોષ ઉગતા યુવકને નાશ કૂર નંદની કલેઆમમાં થયો હતો. પુત્રને હસ્ત ચહેરે વૃદ્ધની આંખ આગળ તરવરવા લાગે. તેનાથી તે જોયું જવાયું નહિ. તરત જ તેણે પિતાની આંખો બને હાથે દાબી દીધી.