________________
કરે
મહામંત્રી શકટાળ
ખરું ને?”
હા. સમાચાર આપીને મુલાકાતે આવવું, એ બનેમાં પણે ફરક છે.”
શો ફરક છે, તે મને સમજાવશે?”
સમાચાર આપીને આવવામાં વિશ્વાસ સમાયેલ છે, જ્યારે સમાચાર આપ્યા વિના આવવામાં અવિશ્વાસ છે એમ તમે માને છે ? ”
આપનું આજનું આગમન તે જ સાચવે છે.”
પંડિતજી! સૂચન પર બહુ ભાર આપવામાં આવે તો કઈ કઈ વખતે ગુંચવાડે ઉભો થાય છે.”
રાજન ! ગુંચવાડો ઉભો કરનારને ગુંચવાડાનું નિવારણ કરતાં પણ આવડતું હોય છે.”
કૌટિલ્ય નીતિ શીખ્યા લાગે છે?”
કૌટિલ્યના સહવાસમાં રહેવાથી તેમ બન્યું હોય તે નવાઈ જેવું ન કહેવાય.”
પણ હવે તે કૌટિલ્ય અહીં નથી.” છતાં તેમની નીતિ ગઈ નથી.”
કૌટિલ્યની નીતિ શીખ્યા છે તે ભલે પણ કૌટિલ્યનું આચરણ અમલમાં ન મૂકતા.”
વરરૂચિ જવાબ આપવા જતા હતા, પણ રાજાના ચહેરાનું નિરીક્ષણ કરતાં જ તે અટકી પડ્યા. તેમને લાગ્યું કે કે રાજાને આ વિષયમાં ઉંડા ઉતરવા દેવામાં સાર નથી.”