________________
ખાનગી ખડમાં
૧૪૫
રૂપ ગણાય. મહાઅમાત્યને આપણે ત્યાગ કરીશું, તે। તેમના પરની લાગણીને વશ થઈ પ્રજાને આપણી વિરૂદ્ધ થતાં વાર નહિ લાગે, અને જો પ્રજા આપણી વિરૂદ્ધ પડી ગઈ, તે આપણે સદા માટે સાવચેત જ રહેવું પડશે, તેટલું જ નહિ, પણ પ્રજાના ફટકા પણુ સહન કરવા પડશે. માટે, પ્રભુ ! મારી તા એજ વિનંતી છે, કે જે પ્રમાણેની વ્યવસ્થા મહાઅમાત્ય કરતા આવ્યા છે, તે જ પ્રમાણેની વ્યયસ્થા તેમને કરતા રહેવા ” મહાઅમાત્ય માટે જેટલું કહી શકાય, તેટલું મહારાણીએ મહારાજાએ કહી સભળાવ્યું.
મહારાજા કાલાશોક ૧ તા આ બધું શાંતિથી સાંભળ્યે જ જતા હતા. તેમણે વચ્ચે કાઈ જાતના પ્રશ્ન કર્યો નહિ, તેમજ મહારાણીના મેલી રહ્યા પછી પણ તે કંઇ ખેાલ્યા નહિ.
તેમનું મૌન ખંડિત રહેલું જાણી મહારાણીએ આગળ કહેવા માંડયું.
“ મહારાજ ! આપને કહેવાને હું લાયક નથી, છતાં અર્ધાં ગના તરિકે આપને હું કહું તે તે અયેાગ્ય પશુ ન ગણાય, આપે આપના પૂર્વજોના વશની કીતિ વધારવાની છે. મહા
(૧) મહારાજા નવમા નંદના અનેક નામે હોય, તેમ માનવામાં આવે છે. તેમાંના કેટલાક પ્રખ્યાત અને પ્રચલિત છે, તે નીચે જણાવ્યા છે.
(૧) નવમાનદ
(૩) મહાનદ
(૫) પ્રચંડ નદ
(૭) ક્રૂર નંદ
(૨) ધનનંદ (ધનાન૬)
(૪) ઉગ્રસેન
(૬) કાલાશાક
(૮) હિરણ્યગુપ્ત