________________
ખાનગી ખંડમાં
૧૪૩
આવ્યો નહિ; છતાં તેમને શ્રીયકછનું કહેવું છેટું પણ લાગ્યું નહિ. થોડો સમય પસાર થયા પછી ફરીથી વિદ્યાપીઠની મુલાકાત લેવી, એ તેમણે નિશ્ચય કર્યો.
જ્યારે મહારાજાએ વિજયને વિશ્વાસપાત્ર માન્યો હતો, ત્યારે મહારાણું જયાદેવીને તે વ્યક્તિ ભેદ ભરેલી લાગતી હતી. વિજય એક કપટપટુ સેવક હેઈ, ફક્ત પિતાના વાચાતુર્યથી જ મહારાજાના દિલને આકર્ષી રહ્યો છે, એવી માન્યતા મહારાણીની હતી.
છેડા સમય પહેલાં જ મહારાણી અને મહાઅમાત્ય શાકટાળની મુલાકાત થઈ હતી.
અત્યારે રાજા અને રાણી પિતાના ખાનગી ખંડમાં બેઠાં હતાં. હજી સુધી બંનેમાંથી કેઈના વિચારોને અંત આવ્યા નહોતે. મહારાજાને પિતાના કુટુંબની અને પ્રજાની ચિંતાએ ઘેરી લીધા હતા. મહારાણીના હૃદયમાં મહાઅમાત્યના શબ્દોનું મંથન ચાલી રહ્યું હતું
–છેવટે મહાજાએ મૌન ખંડન કરતાં કહ્યું?
“દેવી! શ્રીયકજીનું કહેવું મને ખરૂં લાગે છે, પણ પુરા કઈ જાતને મળતું નથી.”
પ્રભુ! જેના પુરાવા મળતા નથી, તે જ બીના કરે છે.” મહારાણીએ કહ્યું: “આપને જાતે નહામંત્રી પર વિશ્વાસ ન (૧) એશિઆટીક રીસર્ચઝ અ ક ૫ પૃષ્ઠ ૨૪૬ માં તેમનું નામ શકટર લખ્યું છે. પુરાણોમાં તેમને શકટારના નામથી સંબોધવામાં આવ્યા છે કેટલાક જૈન ગ્રંથમાં તેમને શાળાના નામે જણાવવામાં આવ્યા છે.