________________
૧૪૪
મહામંત્રી શયાળ ન હોય, પણ તેમના પરને માર વિશ્વાસ તે અખંડ જ રહેવાને, મને પિતા-પુત્ર બંને પર વિશ્વાસ છે. પહેલાં આપને વરરૂચિ પર અવિશ્વાસ હતું, તેમના વિષે આપના હદયમાં શંકા પણ રહેતી હતી. શું તે શંકાને સ્થાને વિશ્વાસે, અને મહાઅમાત્ય પરના વિશ્વાસના સ્થાને શંકાએ ઘર કર્યું છે ? મહારાજ! આપના જેવા કુશાગ્ર બુદ્ધિશાળી સમ્રાટના વિચાર, પલટાતા ગ્રહની માફક બદલાતા હશે? સામાન્ય માન્યતા પણું ન બલનાર મગધ સામ્રાજ્યના વિધાતાના સુદ્રઢ વિચારે, આમ ચલિત વાતાવરણના વંટોળથી ઘેરાઈને અવનવા તરંગે ઉપસ્થિત કરે, તે તે, આશ્ચર્યજનક કહેવાય ! પંડિત ચાણક્યજી જેવા વિદ્વાનના પણ જે ગુરૂ કહેવાયા, તે મહાન પંતિત્તમ પુરૂષ માટે શંકા લાવી, તેમનું અપમાન કરવું, તે આપના જેવા ગુણગ્રાહી સમ્રાટને ભાસ્પદ નથી. જે ભક્ત પુરૂષે, રાજ્યને નિમકહલાલ રહેવા માટે થોડા વખત પહેલા, પંડિત વરરૂચિને ખોટી રીતે અપાતા દ્રવ્યને બચાવ કર્યો હતો, અને તે જ કારણથી વરરૂચિ તેમને દ્વેષ રાખે, ત્યારે આપણે તેમને પક્ષ લેવાને હેય, કે તેમની નિમકહલાલીના બદલામાં તેમને ત્યાગ કરવાનો હેય? જેમના માટે આખા મગધ સામ્રાજ્યની પ્રજા પિતાના સર્વસ્વને ભોગ આપવાને તૈયાર હોય, તેમને જ આપણે ત્યાગ કરવાનો વિચાર કરીએ, તે આપણા માટે ક્લેક
–મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ પૃષ્ઠ. ૯૫ –માં જણાવવામાં આવ્યું છે, કે “નંદ કે મંત્રીક નામ શકટાર થા.”
–ધી. હિન્દુ હિસ્ટરી ઓફ ઈનિઆ, (ર્તાઃ એ. કે. મજમુદાર) ઈ. સ. પૂર્વે. ૩૦૦૦ થી ૧૦૦૦ કલકત્તા ૧૯૨૦ પૃષ્ટ ૫૧૨ માં જણાવવામાં આવ્યું છે, કે નંદરાજાના અમાત્યનું નામ સતકાર છે.