________________
વિદ્યાપીઠની મુલાકાતે
૧૩૯
કિસન! તેં મંડળ શા માટે છોડ્યું, તે તે કહ્યું જ નહિ.”
“બહેન ! તે હું કહી શકું તેમ નથી.”
“ભલે. તે હું વરરૂચિ અથવા વિજ્યદેવને પૂછીને જાણું લઈશ; પણ તું અહીથી કયાં જઈશ, તે તો કહે?”
મારૂં તે હજી કંઈ નક્કી નથી. પરમકૃપાળુ પરમાત્મા જે માર્ગે લઈ જશે, તે માર્ગે જઈશ, બહેન! આ નાના ભાઈની એક જ વિનંતિ છે, કેન્યાય, નીતિ અને ધર્મનું પાલન કરજે. તેના માટે સર્વસ્વને ભોગ આપવો પડે, તે પણ આપજે. વધારે તો શું કહું, પણ જેનું ખાઓ તેનું હલાલ કરજે.” કહી તે પદ્યાના પગે પ. પવાએ તેને ઉઠાડી આશિષ આપતાં કહ્યું :
“ ભાઈ! મારી આશિષ છે કે તું જ્યાં હશે, ત્યાં સુખી રહેશે. જે શખે તેં મને કહ્યા, તે જ શબ્દ હું તને કહું છું, કે ન્યાય, નીતિ અને ધર્મનું પાલન કરજે. તેના માટે સર્વ સ્વને ભેગ આપવો પડે, તે પણ આપજે. જેનું ખાય તેનું હલાલ કરજે” તે વધારે બેલવા જતી હતી, પણ બેલી શકી નહિ, તેની આંખે અશ્રુથી ભરાઈ આવી.
કિસનનાં નેત્રો પણ સજળ બન્યાં. બંને હાથ જોડી તેણે કહ્યું :
બહેન! પ્રણામ.” ભાઈ! સુખી થજે.” પદ્માએ ભારે અવાજે આશિષ