________________
પ્રકરણ ૧૬ મું
વિદ્યાપીઠની મુલાકાતે
જે સમયે કિસને કાવત્રાખેર મંડળને ત્યાગ કર્યો, તે સમયે મહારાજાનંદ અને પંડિત વરૂચિ વચ્ચે કેટલીક ચર્ચાઓ થઈ રહી હતી.
મહારાજાએ વિદ્યાપીઠમાં પ્રવેશ્યા પછી, શાંતિથી તેનું નિરીક્ષણ કરવા માંડ્યું હતું. તેમને તેમાં કઈ પણ જાતની ખામી જણાઈ નહિ. અભ્યાસ ખંડમાં દાખલ થતાં તેમણે જોયું કે કેટલાક શિષ્ય અભ્યાસ કરવામાં લીન થઈ ગયા છે. દરેકે દરેક વિષય તે સમયે મુખપાઠ કરવો પડતો. લિપિ ભાષા તે સમયે બહુ પ્રચલિત નહતી. તેનો પ્રચાર મહારાજાનંદમહાનંદના વખતથી જ થવા માંડ્યું હતું. મહારાજા અને વરરૂચિને અભ્યાસ ખંડમાં પ્રવેશેલા જોઈ શિષ્યોએ પિતાની ફરજ બજાવી હતી. તેમણે ઉભા થઈ બન્નેને પ્રણામ કર્યા. મહારા