________________
આંદોલન
બેટા ! ક્ષત્રિયે સ્વમાન માટે પાપ અને પુન્ય બનેને સરખાં જ માને છે!”
માટે જ સ્વમાન અર્થે મેં પાપભરી પ્રતિજ્ઞા લીધી છે.” “તારી પ્રતિજ્ઞા પાપમય નથી.” “હું તેને પુન્યમય પણ માનતો નથી.”
“તે પુન્યમય નથી માટે પાપમય છે, એમ થોડું જ મનાય છે?”
દાદા ! આપના વિચારે ક્ષાત્રવટને શોભાવે તેવા છે. આપને તે પાપ અને પુન્યની વ્યાખ્યા સરખી જ છે. ક્ષત્રિ
ની કલ કરવાનું કર પગલું જે મહાનંદે ભર્યું ન હોત, તો તેની આબાદી ખાતર તમે તમારા સર્વસ્વને ભેગ આપવાને પાછી પાની ન કરત. તેના સુખ માટે પિતાને પ્રાણ આપવાને પણ તૈયાર થાત.
–આ બધી વાતો છે નંદની અને તમારી. આપણે ક્ષત્રિય છીએ આ વાત કઈ કઈ વખતે આપણું તરફથી વીસરાઈ જાય છે, આપણે પંડિત ચાણક્ય વિષે વાત કરીએ. તેમનું ખરું નામ વિષ્ણુગુપ્ત છે; છતાં તેમને આખો મગધદેશ ચાણકયછ શા માટે કહે છે? તેમની અગાધ બુદ્ધિના કારણે. તે પવિત્ર છે. તેમનામાં ધ ગમે તેટલે હશે, પણ તે નીતિ ચૂકયા નથી. તેમના પવિત્ર હૃદયમાં અપવિત્રતાની છાયા સરખીયે નથી. આપણું મંડળમાં એક પણ એવી વ્યક્તિ છે, કે જે આજ સુધી પવિત્ર પણે જીવન વિતાવી શકી હાથ ? કઈ પણ એને કહેવા તૈયાર છે, કે હું અમુક વ્યક્તિ કરતાં નાને છું ! અમુક માણસ મારા ગુરૂ છે? આનો અર્થ શું? હું તે. માનું છું કે આપણું ગુણે, તે ગુણે નહિ પણ દુર્ગણે છે.