________________
આદોલન
૧૧૭ કરતાં પણ તેમની પ્રતિજ્ઞા કઢ છે. જ્યાં સુધી નંદ વંશને નાશ થશે નહિ ત્યાં સુધી પંડિતજીને પ્રાણ પણ જશે નહિ. પિતાની પ્રતિજ્ઞાના પાલન માટે તે ગમે તેવી ખટપટે ઉભી કરશે. પંડિત ચાણકયની બુદ્ધિ જગતમાં અજોડ છે.
ત્રિપુટીમાંના પાણિનીના લખેલા વ્યાકરણ પર ટીકા લખનાર વરરૂચિનું જ્ઞાન પણ ઓછું નથી. તેમને પણ આપણને સાથ છે. વહેલું કે મેહું, આપણું કાર્ય આપણી પ્રતિજ્ઞા પૂર્ણ થશે જ.
કર કૃત્ય કરનારને કુદરત પણ પિતાને હાથ બતાવે છે. પાપ અને પુણ્યને બદલે સંસારમાં જ મળે છે. સ્વર્ગ અને નક, એ તે ઘેલછાભરી વાત છે. તે બન્નેનેની હસ્તિ આ જગતમાં જ છે. સુકૃત્ય કરનારને આ જગતમાં ઉદય થાય છે, અને અનિષ્ટ કૃત્ય કરનારને અહીં જ નાશ થાય છે. ઉદય એ જ સ્વર્ગ અને નાશ એ જ ન. નંદના નાશની આપણી કૃતિઓ પાપમય જ છે. છતાં આપણે આપણું કાર્ય કરવાનું છે. આપણી પ્રતિજ્ઞા આપણે પુરી કરવાની છે. આપણે પાપ કરીએ છીએ, એમ જાણતા હોવા છતાં, તેમ કરવાની આપ
ને ફરજ પડે છે. સ્વરક્ષણ માટે બીજાનો નાશ કરવામાં પણ પાપ જ છે. દેશના રક્ષણ માટે થતા યુદ્ધમાં જે સંહાર થાય છે, તેમાં પણ પાપજ સમાયેલું છે. જે જે કૃત્ય સ્વમાન જાળવવા માટે કરવામાં આવે છે, તે તે કૃત્ય અહિંસા રહિત હેય છે. અને જેની અંદર હિંસાનું તત્વ છે, તેની અંદર પાપને સમાવેશ થવાને જ.
કાકા ! જે તમે કહ્યું, તે જ હું પણ કહું છું. મહાઅમાત્યની હયાતિમાં નંદની પડતી ઈચ્છવી, એ ઝાંઝવાના જળ જેવું જે–