________________
આંદોલન
માટે જતી.
પદ્યાનું મકાન શહેરથી વિદ્યાપીઠ તરફ જવાના રસ્તાથી થડે દૂર હતું. તેની આસપાસ સાધારણપણે ઝાડી આવેલી હતી. દેખાવમાં પણ ઝુંપડી જેવું હતું. એટલે વિદ્યાપીઠ તરફ જતી વખતે મહારાજાનું ધ્યાન તે તરફ જવું અશક્ય હતું.
જ્યારે મહારાજ વિદ્યાપીઠની મુલાકાતે ગયા, ત્યારે આ મંડળે પિતાનું કામકાજ શરૂ કરી દીધું હતું. વરરૂચિની ગેરહાજરીમાં પ્રમુખનું સ્થાન કોને આપવું, તે પ્રશ્ન ચર્ચાયો જ નહોતું. આ મંડળ કાયદેસર સભા તરીકે મળ્યું નહોતું. અત્યારે તે તે નવે જણ મિત્ર તરીકે મળ્યા હતા. લીધેલી પ્રતિજ્ઞાને અમલ કયારે અને કેવી રીતે કરે, તેનો વિચાર કરવા આ મંડળ મળ્યું હતું.
આ મંડળના સભ્ય ક્ષત્રિય છે. એ બાબતની સાધારણ પણ ગંધ વરરૂચિ તેમજ પદ્માને આવવા પામી હતી. વિજયે પવાને પિતાના દિલની દરેકે દરેક વાત કરી હતી, પણ પોતે તેમજ વરરૂચિ સિવાય બાકીના બધા સભ્ય ક્ષત્રિય છે તે વિષેને તેણે ઈશારે પણ કર્યો નહોતો.
એક વયોવૃદ્ધ પુરૂષે વિજયને ઉદ્દેશી કહ્યું :
“વિજય! જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ નંદના હાથ મજબૂત બનતા જાય છે. શાળ જેવો પ્રભાવ શાળી પુરૂષ જ્યાં સુધી મહાઅમાત્ય પદ પર છે, ત્યાં સુધી નંદ પાસેથી રાજગાદી ઝૂંટવી લેવી અશક્ય છે. શ્રીયકછ જેવો બાહોશ માણસ નંદના અંગરક્ષક દળને અધિપતી છે, ત્યાં સુધી રાજકુટુંબને આંચ આવવી અશક્ય છે. કોઈ પણ જાતના છળકપટ સિવાય શકટાળને નાશ થાય તેમ નથી. આપણે