________________
કર નંદ છે. વરરૂચિ તે સમયની રાહ જોઈ રહ્યા હતા. આ સમાચાર મહારાજાએ મેકલ્યા નહોતા, એટલે સમય પણ વરરૂચિ નક્કી કરી શકે તેમ નહતું. મહારાજા અચાનક આવીને નાલંદા વિદ્યાપીઠની વ્યવસ્થા જેવા ઈચ્છતા હતા. મહારાજા આવવાના છે,” એ સમાચાર વરચિને તેમના મંડળમાંથી કેઈએ આપ્યા હતા.
વરૂચિ સાવચેત બન્યા હતા. તેમણે સર્વ વ્યવસ્થા સુંદર કરી હતી. અત્યારે તે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા હતા.
અચાનક તેમને કાને ધેડાઓના ડાબડાને અવાજ આવે. શાંતિથી ઉઠી તેમણે મુખ્ય દરવાજા નજીક જઈ બહાર નજર કરી, તો તેમને જણાયું કે કેટલાક ઘોડેસવાર સાથે મહારાજાનંદ વિદ્યાપીઠની નજીકમાં જ આવી પહોંચ્યા છે.