________________
પ્રકરણ ૧૫ મુ
આંદોાલન
વરૂચિ અને પદ્માવતીની હાજરી ન હેાય, એવા સમયે કેટલીક ચર્ચા કરવાની ઇચ્છા વિજયે રાખી હતી. કાવત્રાખાર મંડળના બાકીના આઠ સભ્યોની પશુ તે જ ઈચ્છા હતી. મહારાજાનંદ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે જવાના છે, આ સમાચાર જાણ્યા પછી મડળે નક્કી કર્યું હતું, કે મહારાજા વિદ્યાપીઠની મુલાક્રાતે જાય એટલે વરરૂચિ પણ ત્યાં જ રહેશે. પદ્માને કાઇ પણ બહાનું કાઢી દૂર રાખવી. આ સમયને લાભ લઈ જેમ બને તેમ જલ્દી મંડળે પેાતાના કાર્યક્રમ ગોઠવવે.
મડળના એક ખાસ માણસ તરફથી દરેક સભ્યને સમાચાર મળી ચૂકયા હતા, કે આજે સાંજે મહારાજા વિદ્યાપીઠની મુલાકાંતે જવાના છે. સમય દરેકને અનુકુળ હતા. પદ્માને મડળના કાર્યક્રમ વખતે દૂર રાખવાનું બહાનું કાઢવાના પ્રસંગ પણ ટળી જતેા હતો. કારણ કે પદ્મા નિય મત રીતે સબ્યા સમયે સ્નાન