________________
૧૧૨
મહામંત્રી શકટાળ રૂચિ તે મંડળના પ્રમુખ બન્યા. કાર્યકર્તાનું કાર્ય વિજ્ય કરવા લાગે. સાધ્વી પદ્મા ફક્ત નામની જ સભ્ય બની હતી. બાકીના નવમાં એક પ્રતાપ હતો. પ્રતાપે પિતાને પ્રાણ ગુમાવ્યો હતો. મહારાજાનંદને સંપૂર્ણ વિશ્વાસપાત્ર બનનાર યુવક બીજે કઈ નહિ, પણ વિજય હતે.
આ મંડળે નાના રાજકુમારને બીજાના મારફતે ઝેર અપાવવાનો પ્રયત્ન કરી જે હતો. પણ તેમાં તેને નિષ્ફળતા સાંપડી હતી.
જ્યાં સુધી મહાઅમાત્ય અકાળ મંત્રીપદે છે, ત્યાં સુધી રાજકુટુંબને સંસ્ટમાં ઉતારવું જોખમભર્યું છે, એમ આ મંડળે નક્કી કરી લીધું હતું. વરરૂચિ મહાઅમાત્ય શકટાળના વિરૂદ્ધમાં છે એમ પણ આ મંડળ જાણતું હતું.
સર્વાનુમતે નક્કી કરી, મંડળની વતી વિજયે વરરૂચિને પૂછ્યું હતું
પહેલે મહાઅમાત્યને નાશ કરવામાં આવે તો?” વરરૂચિએ તરત જ હકારમાં જવાબ આપ્યો હતો. દર્દીને ભાવતું વૈદે કહ્યું ' એ કહેવતાનુસાર વરરૂચિને મંડળનું કહેવું અમૃતમય લાગ્યું. સર્વ તરફથી મહાઅમાત્યના નાશની બારીઓ શેધવા લાગી.
રાજ્ય વિરૂદ્ધ કાવત્રાની જે જે વાતે મહારાણીના કાને ગઈ છે, તે વાતને ફેલો કરનાર વ્યક્તિની હસ્તિ હવે આ જગતમાં નથી, એમ આ મંડળ માનવા લાગ્યું હતું.
આ મંડળના પ્રમુખ પંડિત વરરૂચિને સમાચાર મળ્યા હતા, કે મહારાજાનંદ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવવાના