________________
૧૯૬
મહામંત્રી શાળ –આ ઉપરાંત તેમણે રાત્રે બનેલી હકિકત પણ જણાવી. ન્યાય મંડળના સભ્યોએ વિચાર કરી, સર્વાનુમતે મહારાજાના કથનને ટેકે આપ્યાં.
પ્રતાપને ગુન્હેગાર ઠરાવી મહારાજાએ સજા જાહેર કરી.
“ગુન્હેગારે જે હાથે ખૂન કર્યું છે, તે હાથ કાપી નાખવો. પિતાના પર ખૂનને આપ ન આવે, તેટલા માટે તેણે રાણ વાસના એક વિભાગમાં આવેલા ખંડમાં ખૂન કર્યું છે. તેને આશય એ હેવો જોઈએ, કે આ આરોપ તેટલામાં જ હાજર હોય, તેમાંના એકાદ પર આવે. આવા નીચ વિચાર કરવાની ગુન્હા માટે હું તેને, સેન અને ગંગાના સંગમ પર આવેલી કૂર ભીંત’ સાથે ખીલાથી જડી દેવાની શિક્ષા ફરમાવું છું. આ શિક્ષાને અમલ આવતી કાલે સૂર્યોદય વખતે થ જોઈએ, એવી મારી આજ્ઞા છે.”
–આ શિક્ષા સાંભળી સભામાં હાજર રહેલા એના ચહેરા પર દુઃખની વાદળી ફરી વળી હતી. કેઈની તાકાદ નહતી, કે મહારાજાનંદની શિક્ષાને વિરોધ કરી શકે.
બીજા દિવસે સૂર્યોદય વખતે આ શિક્ષાનો અમલ થયા હતે.
જે દિવસે આ શિક્ષાને અમલ થયો હતો, તે જ દિવસે સાંજના સમયે એક સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે આ વિષય ચર્ચાઈ રહ્યો હતે. સ્ત્રીના પ્રનને જવાબ હજી સુધી પુરૂષ આપી શકો નહોતો. તેને લાગતું હતું કે મહારાજાએ ફરમાવ્યું હતું કે મહારાજાએ ફરમાવેલી શિક્ષા ઘાતકી હતી. તેણે શાન્તપણે સ્ત્રીને જવાબ આપો.
“દેવી! પ્રતાપ ગમે તેટલે ગુન્હેગાર હોય, તે પણ આ