________________
પ્રકરણ ૧૪ મું
કરે નંદ
અનંતકાળથી ચાલ્યું આવતું જગત અનંતકાળ સુધી અબાધિતપણે ચાલ્યા જ કરવાનું. સારાં ખેટાં કૃત્ય કરનાર માનવ દેહને પિતાના ઉદરમાં સ્થાન આપી તેમના જીવનકાળ સુધી પાળનાર જગત હંમેશાં પવિત્ર જ ગણવાનું. તેના પ્રવાહમાંના બિન્દુઓને ઈતિહાસના પાના પર સદાને માટે સ્થાન મળવાનું જ.
વિશાળ જગતમાં અનેક રાજ્યો થયાં છે, અનેક છે અને અને અનેક થશે. આજ સુધીનાં રાજ્યનો ઈતિહાસ તપાસવામાં આવે, તે રામ રાજ્ય જેવું સુખી રાજ્ય મળવું મુશ્કેલ છે. પણ તે તે રહી ભગવંતોની વાત. ભગવાનને રાજ્યમાં તે સુખ હોય જ. તેટલું સુખ આપવાને અધિકાર ભગવાનનાં ન ગણાતા રાજાઓને નથી, એમ તે ન જ કહી શકાય.