________________
૧૦૯ કેટલાક રાજાઓનાં જીવન ચરિત્ર વાંચ્યા પછી તેમની રાજપદ્ધતિ વિષે માન ઉપજે છે. કેટલાકનાં ભોળપણે વાંચી દયા આવે છે. જ્યારે કેટલાકની ક્રૂરતા વાંચી તેમના પ્રત્યે તિરસ્કાર ઉપજે છે.
કેટલાક સમય પછી માનનીય રાજ્ય પદ્ધતિ વિસરાઈ જાય છે. ભોળપણની સીમા ઓળંગી જનાર પર આવેલી દયા પણ હદયમાંથી નાશ પામે છે. પરંતુ નથી નાશ પામતે ફક્ત ક્રૂરતા પ્રત્યે તિરસ્કાર.
અનેક દૂષ્ક ર્યા પછી એકાદ સદ્દ કરવામાં આવે, તો દૂષ્ટ્રને ભૂલાઈ જવાતું નથી, પણ અનેક સકૃત્યની પાછળ એકાદ દુષ્કૃત્ય થવા પામે, તો સઘળાં કૃત્યો ભૂલાઈ જવાય છે. ઈતિહાસનાં પાનાં પરથી તે ભૂંસાઈ જાય છે એટલે નાશ પામે છે એમ નહિ, પણ તે સદ્દકૃત્યને કલંક લાગે છે. સકૃત્યો ભૂલાઈ જવાય છે પરંતુ દુષ્કો ભૂલાતાં નથી.
–તેજ પ્રમાણે મહારાજાનંદનું પણ થવા પામ્યું હતું. તેમણે પ્રજાને પુત્ર સમાન પાળી હતી. પ્રજાને તેમના પ્રત્યે માન હતું. છતાં નંદરાજાની ક્રૂર શિક્ષા સાંભળી, તેમના પ્રત્યે માનની નજરે જોનાર પ્રજા, કેઈ કાઈ વખતે તેમના કૃત્યને, તેમને તિરસ્કારતી, પ્રજા પ્રત્યેને તેમને પ્રેમ જ, : પ્રજાના તેમના પ્રત્યેનો તિરસ્કારને માનની લાગણુના રૂપમાં ફેરવી નાખતો.
મહારાજાનંદ મ. સ. ૧૧૨ ઈ. સ. પૂ. ૪૧૫માં જ્યારે ગાદી પર આવ્યા ત્યારે તેમણે એક ક્રૂર કૃત્ય કર્યું હતું. પિતે શુદ્ર કન્યાને પેટે જન્મેલા હેવાથી કેટલાક ક્ષત્રિઓ તેમને અમલ સ્વીકારવાની વિરુદ્ધમાં હતા. પોતે શુદ્ધ ક્ષત્રિઓ હેવાથી એક શુદ્ર કન્યાને પેટે જન્મેલા મહારાજાનંદને રાજા તરીકે.