________________
ક્રૂર શિક્ષા
૧૦૭
શિક્ષા માનવ હૈયને પિગળાવી નાખનારી છે. મને લાગે છે. કે, આવી ક્રૂર શિક્ષા ફરમાવી મહારાજાનંદ પેાતાના નાશની દીશા ખુલ્લી કરી રહ્યા છે. આ શિક્ષા એટલે મહારાજાના વિનાશનું ચિન્હ છે.”
—આ શિક્ષાથી તે પુરૂષના હૃદયમાં અત્યંત દુઃખ થઈ રહ્યું હતું. શુ એક માસ ખીજા માણસને આવો ક્રૂર શિક્ષા ફરમાવી શકે ?
<<
પુરૂષને થતું દુ:ખ સ્ત્રીથી જોયું જતું નહતું તેણે કહ્યું : પ્રભુ ! આપના હુક્યમાં તીવ્ર વેદના થઇ રહી છે. મને લાગે છે કે સતારના મધુર સ્વરમાં આપના હૃદયનું દુઃખ એછું થશે.”
—જવાબની રાહ જોયા વગર તે સ્ત્રી અંદરના ખંડમાંથી સતાર લાવી વગાડવા લાગી. સતારના મધુર સ્વરમાં તે પુરૂષ પેાતાના દુઃખને ભૂલવા લાગ્યા.