________________
ક્રૂર શિક્ષા
૧૦૧
તા મડળ તા ભયમાં મૂકાશે જ, પણ હું, વરચિ અને પદ્મા તેમાંથી છટકી શકીશુ. તમારાથી છટકી શકાય તેમ નથી. મને નથી લાગતું કે તું આ બાબતમાં આનાકાની કરે. જે આપણા મંડળનું કાર્ય પાર પડશે, તેા તને માટી જગ્યા મળશે અને જેના માટે તું આજ સુધી તલસી રહ્યો છે, તે સ્ત્રી પણ મળશે. ભદ્રાને તે તું ન છૂટકે નીભાવી રહ્યો છે. ભદ્રાના નાશ થાય તે નવી સ્ત્રીને પત્ની તરીકે ગ્રહણ કરવામાં તને વાંધા નહિ આવે.”
વિજયના વાક્ચાતુ†માં ફસાયેલા પ્રતાપ હવામાં કિલ્લા ચણી રહ્યો હતા, ભદ્રાનું ખૂન કરવાને વિચાર તેને મૂંઝવી રહ્યો હતા. ખૂન શબ્દથી ભડકનારા પ્રતાપે ઘણી આનાકાની
કરી.
વિજયદેવ! મારાથી મારી પત્નીનું ખૂન ન થઈ શકે. મારાથી માનવ જાતિનું ખૂન શી રીતે થાય ? ખૂન કરવાની હિંમત પણ મારામાં કયાં છે? ખૂન કરતાં હું સપડાઈ જાઉં, તે। મારી શી દશા થાય ? સવારે મારા ધરમાં મારી પત્નીનુ ખૂન જાહેર થાય એટલે ખૂની તરીકે મને જ પકડવામાં આવે. ખૂન મેં નથી કર્યું, તેને પુરાવા પણ શું ?” પ્રતાપનું સર્વાંગ કંપી રહ્યું હતું. તેના હૃદયમાં દુઃખને વરસાદ વરસી રહ્યો હતા. તેની નજર આગળ ખૂનીઓને થયેલી ભયંકર શિક્ષા તરવરવા લાગી. પોતાને પણુ આવી ક્રૂર શિક્ષા થાય તે ? તેની આંખે અંધારાં આવવા લાગ્યાં. તેણે પોતાની આંખા પર બન્ને હાથ દાખી દીધા.
66
""
"
“ જો, પ્રતાપ ! પ્રતાપની નજીક જઈ, તેની પીઠ પર હાથ મૂકતાં વિજય કહેવા લાગ્યા : આમ નિળ હૃદ્યના અનવાથી આપણું મંડળ કેવી રીતે નભી શકે ? તું આપણા