________________
૧૦૨
મહામંત્રી શક્યા
મંડળની હસ્તિને નાશ કરવા ઈચ્છે છે? કાવત્રાર તરીકે પકડાઈ, જગતમાં નામેશી વહેરી લેવી છે? તે શું ધાર્યું” છે, તે જ મને તો સમજાતું નથી.” બીજી રીતે પ્રતાપને ગભરાવી મૂકવાને વિજયે પાસો ફેંકયો.
થોડો વખત વિચાર કરી, પ્રતાપ બોલ્યો :
પણ હું ખૂની તરીકે પકડાઈ જાઉં ?”
“તું ખૂની તરીકે નહિ પકડાય. તેટલા માટેજ તું ગભરાતે હેય, તે તે માટે ગભરાવાની જરૂર નથી. હું તને રસ્તો બતાવું તે પ્રમાણે તું કર.” વિયે પિતાને કીમિયે અજમાવવા માંડયો.
હું ખૂની તરીકે ન પકડાઉં, તેટલી જ મારી ઇચ્છા છે. બીજું બધું તે તમે જે કહેશે તે કરવા હું તૈયાર છું.” પ્રતાપની ગભરામણને પાર નહોતો. આ ગુન્હામાંથી કેવી રીતે છટકી શકાય, તે જ તે શેચતો હતો. તે સમજતો હતો કે ભદ્રાનું ખૂન કરવું તે ભયંકર પાપ છે. ભદ્રા મન, વચન અને કાયાથી પવિત્ર હતી. આજ સુધી તેણે પતિ પ્રત્યેની પિતાની દરેકે દરેક ફરજ બજાવતી હતી.
પ્રતાપ !” વિજયે કહેવા માંડ્યું. “જે, તારી સુભગા નામની બહેન છે, તે હંમેશાં રાણીવાસમાં જ રહે છે. નાની વયમાં વિધવા બનેલી હોવાથી તે તારા ત્યાં કાઈક વખતે જ આવે છે. આજે તું તારી બહેનને સમજાવજે. તે તારા કામમાં મદદ કરવા હંમેશાં તૈયાર જ હોય છે. નાના કુમારને ઝેર આપવામાં પણ તેણે તને મદદ કરેલી છે. આ કામમાં જે તે આનાકાની કરે, તો હું તેને વિષ પ્રાશનને પ્રસંગ યાદ દેવડાવજેએટલે તરત જ કબુલ થશે.” થોડીવાર થંભી તેણે