________________
ભૂતકાળની વાતા
છું, છતાં કેટલીક વખત શકતી નથી.”
"
“ તે હું જાણું છુ. જેમ તું મને ચાહે છે, તેમ હું તને ચાહું છુ. તારાથી હું કાઇ પણ વાત છૂપાવી શકું તેમ નથી. એક વખત તારા ખેલવા પરથી મને એમ લાગ્યું કે વરરૂચિ અને મહાઅમાત્ય વચ્ચે શા કારણથી વેર બંધાયું છે ?' આ વાત જાણુવાને તારું મન લલચાયું છે. પણ તે તને જણાવવાને એક પણ પ્રસંગ ઉપસ્થિત થયા નહાતા. આજે તે પ્રસંગ આવ્યા છે. મારી ઇચ્છા છે કે હું તને તે બાબતથી વાકેફ કરૂં. મને પણ તારી સાથ મળે.”
૬૧
તમારી ઈચ્છાને અવગણી
'
વિજય ! હું તે ન જાણુ' તો સારૂં', એમ મને લાગે છે. પણ તમારી ઈચ્છાને માન આપ્યા વિના હું રહી શકતી નથી. તમારે જે સંભળાવવુ હાય તે સંભળાવેા. હું સાંભળવા તૈયાર છુ પદ્માએ કહ્યું.
29
(6
' સાંભળ,” વિજયે કહેવાની શરૂઆત કરી.
46
ઘેડાં વરસ પહેલાંની વાત છે. મહારાજાનંદે પંજાબ દેશ જીતી લીધો હુતો ત્યાંની રાજધાની તક્ષશિલા આપણા રાજાના તાબામાં આવી, તે નગરી મહાન વિશાળ અને તિહાસને પાને પ્રસિદ્ધ થયેલી છે. ત્યાં એક મહા વિદ્યાપીઠ હતી. તેમાં ત્રણ યુવાનેની ત્રિપુટી હતી. નાનપણથી તેમણે અભ્યાસ સાથે કરેલા. તે વિદ્યાપીડના ગુરૂ તરીકે પણ ત્રણે સાથે જ હતા. તેમની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. આપણા રાજાએ પણ તેમની ખ્યાતિ સાંભળી હતી. પંજાબ દેશ તાબે કરી, થોડાક સમય તેમણે શાંતિ નળવી રાખી. તે દરમિયાન ત્યાંની વિદ્યાપી જોવાની તેમની ઈચ્છા થઈ. મહારાજાને ધર્મ અને જ્ઞાન પ્રત્યે વધારે મેહ છે, આ વાત તે તું પણ જાણે છે.